________________
ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૧: એકલવિહાર
૧૦૩
જવાબમાં કહેવામાં આવેલ છે કે શ્રમણ-નિગ્રંથ હંમેશા આચાર્ય અને ઉપાધ્યાયના નેતૃત્વ નીચે જ રહે છે, મતલબ કે આ બંને પદવીધારકની નિશ્રા વિના કોઈ સાધુ કે સાધુગણનુંરહેવું સર્વથા અનુચિત છે, તેમજ આગમવિરુદ્ધનું પગલું છે. પરિસ્થિતિને વશ થઈને કયારેક રહેવું પડે તો તે અલ્પકાલીન-ટૂંક સમય માટે સમજવું. અલ્પકાલીન લીધેલ અપવાદ(છૂટ)ને હંમેશા માટે રાજમાર્ગ બનાવી લેવો ઉચિત ન ગણાય અને તેની પુષ્ટિ કરવી તે તો અનુચિત જ છે.
| વિશાળ ગચ્છ(સાધુ સમૂહ) માટે વ્યવહાર ભાષ્ય ઉદ્દેશક-૧ માં પાંચ પદવીધારી હોવાનું જરૂરી બતાવ્યું છે.- યથા– (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) પ્રવર્તક (૪) ગણાવછેદક (૫) સ્થવિર
અગર આમાંથી કોઈ પદવીધારી એ ગચ્છમાં ન હોય તો તે ગણનો ત્યાગ કરી દેવો, તેવો ઉલ્લેખ કરવામાં આવેલ છે, તથા આવા પદવીધારી વિનાના ગણમાં રહેવાથી ઉત્પન્ન થતી અસમાધિની અવસ્થાઓનું ત્યાં ભાષ્યમાં દષ્ટાંત પૂર્વક વિવેચન કરવામાં આવેલ છે.
ઉચિત તો એ જ છે કે દરેક ગચ્છ આચાર્ય, ઉપાધ્યાય યુક્ત હોય, ત્યારે જ તે પરમેષ્ઠી મંત્ર મુજબ બને છે. આ પદો માટે શાસ્ત્ર આજ્ઞા સ્પષ્ટ છે, એવી સ્થિતિમાં આ પદોને હાનિપ્રદ માની પદાધિકારી વિના ગચ્છ ચલાવવો ઉચિત કે શાસ્ત્રોક્ત નથી, પરંતુ એ તો તીર્થંકર કે ગણધર ભગવંતની આશાતના જેવું થાય છે. ૪. વ્યવહાર, ઉદ્દેશક-૪ તથા ૫ માં – આચાર્ય-ઉપાધ્યાય કે પ્રવર્તિનીને એકલા વિહાર કરવાનો સ્પષ્ટ નિષેધ છે. બહત્પલ્પ ઉદ્દેશક પ માં સાધ્વીએ ગોચરી વગેરે કાર્ય સંબંધે એકલા જવાનો સ્પષ્ટ નિષેધ છે.
આ વર્ણનોમાં સાધુ-સાધ્વી બંનેના કલ્પ, અકલ્પોનું વર્ણન હોવા છતાં પણ અહીં સામાન્ય સાધુ માટે એકલવિહાર, ગોચરી આદિનો નિષેધ કરેલ નથી. ૫. બૃહત્કલ્પ ભાષ્ય ગાથા માં:– ગીતાર્થનું સ્વરૂપ બતાવતા આગળ કહ્યું છે, કે ગીતાર્થનું એકાકી વિહારી પણું હોઈ શકે છે. તે સિવાય અન્ય ગીતાર્થ, અગીતાર્થ બધા શ્રમણો ગીતાર્થ આચાર્ય તેમજ ઉપાધ્યાયના નેતૃત્વમાં જ રહે છે. દ વ્યવહાર સૂત્ર ભાષ્ય ઉદ્દેશક ૧ માં – એકાકી વિહારચર્યાના કારણો બતાવેલ છે. જેમ કે –
(૧) રોગાતક (મહામારી) (૨) દુર્ભિક્ષ (૩) રાજદ્વેષ (૪) અન્યભય (૫) શારીરિક કે માનસિક ગ્લાનિ (૬) જ્ઞાન-દર્શન કે ચારિત્રની વૃદ્ધિના હેતુથી (૭) સાથી કાળધર્મ પામવાના કારણે (૮) આજ્ઞાથી સેવામાં એકલા જવાનું બને. ૭. ઓઘનિર્યુક્તિમાં એકલ વિહાર ચર્યાના બે પ્રકાર કહ્યા છે– (૧) સકારણ () અકારણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org