________________
૧૦૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત -
(૧) સકારણ :- ગીતાર્થ સાધુનું જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિના ઉદ્દેશથી કે આગમોક્ત અન્ય પરિસ્થિતિના કારણે કરવામાં આવેલ એકલવિહારને “સકારણ” કહેવામાં આવે છે. (ર) અકારણ :- અનુશાસનથી ગભરાઈ, મનને અનુકૂળ આવે તેવા સ્થાન, ક્ષેત્ર, આહાર, વસ્ત્ર વગેરે પ્રાપ્ત કરવાના હેતુથી અથવા અનેક સ્થળો જોવાના હેતુથી; કરવામાં આવેલ એકલવિહાર(ભલે તે ગીતાર્થ હોય) અકારણ છે. તે સિવાય અગીતાર્થોનો એકલવિહાર તો હંમેશાં અકારણ જ હોય છે. મતલબ કે અગીતાર્થોને એકલવિહાર કરવાનો સર્વથા નિષેધ છે. ગીતાર્થને સકારણ એટલે પ્રશસ્ત કારણોથી વિહાર કરવાનું અનુમત છે. અપ્રશસ્ત કારણોથી એકલવિહાર કરવાનું ગીતાર્થને પણ નિષેધ છે.
ઉપસંહાર અને નિષ્કર્ષ ગીતાર્થ અને બહુશ્રુત શબ્દ એકાળે જ વપરાય છે. જ્યાં આગમકાર બદ્ભુત શબ્દનો પ્રયોગ કરે છે ત્યાં વ્યાખ્યાકાર ગીતાર્થ શબ્દનો પ્રયોગ કરે છે. બંનેની (ગીતાર્થ તેમજ બહુશ્રુતની) વ્યાખ્યા સમાન છે, જેમ કે –
૧. આચારાંગ, નિશીથ સૂત્રને અર્થ સાથે ધારણ કરનાર કે કંઠસ્થ કરનાર જઘન્ય ગીતાર્થ તેમજ બહુશ્રુત છે. ૨. આચારાંગ, સૂયગડાંગ તેમજ છેદ સૂત્રના મૂળ તેમ જ અર્થ ને ધારણ કરનાર મધ્યમ ગીતાર્થ તેમજ બહુશ્રુત છે. ૩. નવપૂર્વથી ઉપરનું જ્ઞાન ધરાવતા જ્ઞાનીને ઉત્કૃષ્ટ ગીતાર્થ–બહુશ્રુત કહેવામાં આવે છે. બૃિહત્કલ્પ ભાષ્યપીઠિકા ગાથા ૬૩ અને નિશીથ ચૂર્ણિ પીઠિકા ગાથા-૪૦૪.]
જે સાધુ જઘન્ય ગીતાર્થ કે બહુશ્રુત ન હોય તેને આચાર્ય, ઉપાધ્યાય પદ તેમજ એકલવિહારચર્યાનો નિષેધ છે. તેમનું સંધાડાના પ્રમુખ બની સ્વતંત્ર વિચરવું કે ગોચરીએ જવું તે પણ નિષેધ છે.
આગમોમાં એકલવિહારના ઉપરોક્ત પ્રમાણો હોવા છતાં એકાંત રૂપે એકલવિહારીપણાને આગમવિરૂધ્ધ કહેવું કે તેવું પ્રરૂપણ કરવું ચાયયુક્ત ન કહેવાય.
સમજુ પાઠક આગમોમાં શ્રધ્ધા રાખી, આપેલ આ પ્રમાણોમાંથી સાચો નિર્ણય લઈ એકાંત પ્રરૂપણા કે દૂષિત વિચારોથી બચવું જોઈએ, સાથે સાથે ગચ્છ વ્યવસ્થા કરવામાં પદવીની જરૂરીયાતો સમજે. સ્વતંત્ર રીતે સંઘાડા પ્રમુખ બની વિચરનારની યોગ્યતાનું ધ્યાન રાખવું જોઈએ તથા એકલવિહાર કરતાં પણ પદરહિત ગચ્છ વ્યવસ્થાને અતિઅહિતકર માની તેને આગમથી વિપરીત સમજવી જોઈએ. એકલવિહારના ઉપરોક્ત પ્રમાણોથી એવું સ્પષ્ટ થાય છે કે– ૧. ભિક્ષુનો એકલવિહાર એક વિશિષ્ટ સાધના છે તેમજ કોઈને શારીરિક કે માનસિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org