________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત *
વીસમું અધ્યયન અનાથી મુનિ
પ્રાસંગિક ઃ- એક વખત મહારાજા શ્રેણિક ફરતાં-ફરતાં ઉદ્યાનમાં આવ્યા. ત્યાં અનાથિમુનિને ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા જોયા. મુનિના રૂપ, યૌવન, સૌમ્યતા તથા વૈરાગ્યને જોઈ તેમને આશ્ચર્ય થયું . તે યોગ્ય શિષ્ટાચાર જાળવી વંદન કરી બેઠા અને પૂછ્યું કે– ‘ આપે દીક્ષા શા માટે લીધી?' મુનિએ પ્રત્યુત્તરમાં કહ્યુંઅનાથ હતો.’ રાજાએ કહ્યુ ‘હુ તમારો નાથ બનું છું” રાજ્યમાં પધારો.’ ત્યારે મુનિએ અનાથતાનું વર્ણન કર્યું કે મારે માતા-પિતા, ભાઈ-બહેન પત્નિ પરિવાર અને પ્રભૂત ધન ભંડાર હતો, છતાં મારી રોગ નિત મહાન વેદનાને કોઈ મટાડી શક્યા નહિ કે તેમાં ભાગ પડાવી શક્યા નહિ, ઉપાયો બધા નિષ્ફળ થતાં મેં દીક્ષા લીધી. સર્વ હકીકત અને ઉપદેશ સાંભળી શ્રેણિક રાજા બોધ પામ્યા અને ધર્માનુરાગી બન્યા. ઉપદેશનો સાર આ પ્રમાણે છે
૨૦
(૧) પુષ્કળ ધન, માતા-પિતા, ભાઈ-બહેન અને પત્ની હોવા છતાં પણ આ જીવની રોગથી કે મૃત્યુથી કોઈ રક્ષા કરી શકતા નથી. તેથી રાજા હોય કે શેઠ, બધા અનાથ છે; કારણ કે હજારો દેવ, હજારો સ્ત્રીઓ, હજારો રાજા, કરોડોનો પરિવાર, ચૌદ રત્ન, નવનિધાન; આ બધું જ હોવા છતાં ચક્રવર્તી એકલો, અસહાય બની મૃત્યુ આવતાં નરકમાં ચાલ્યો જાય છે. અર્થાત્ આ બધા જ પદાર્થ મૃત્યુ અને દુઃખોથી બચાવી શકતા નથી. આ રીતે જેનું કોઈ રક્ષક નથી તે સર્વ અનાથ છે. (૨) સંયમ ધર્મ સ્વીકાર કરનાર માણસ સત્તાથ હોય છે. ધર્મ તેને દુઃખમાં પણ સુખી રહેવાની પ્રેરણા કરે છે, મૃત્યુ સમયે પણ મહોત્સવ જેવા આનંદનો અનુભવ કરાવે છે અને અંતમાં દુર્ગતિમાં જવા દેતો નથી. તેથી આવો સંયમધર્મ યુક્ત આત્મા સનાથ બને છે. માટે હે રાજન્ ! હવે તો હું સનાથ થઈ ગયો છું. (૩) કેટલીક વ્યક્તિઓ સંયમ સ્વીકાર કરવા છતાં પણ અનાથ હોય છે. તે બીજા પ્રકારની અનાથતા છે. એટલે કે સંયમધારણ કર્યા પછી પણ કેટલાક સાધક આત્માને દુર્ગતિથી બચાવી શકતા નથી. જેમ કે— ૧. જે મહાવ્રતોનું સમ્યક્ પ્રકારે પાલન કરતો નથી. ૨. મન, ઇન્દ્રિય અને કષાયનો નિગ્રહ કરતો નથી. ૩. રસોમાં આસક્ત રહે છે. ૪. ચાલવા, બોલવા, ગવેષણા કરવામાં પણ સંયમની મર્યાદાઓ છે, તેનું ધ્યાન રાખીને પાલન કરતો નથી અર્થાત્ સમિતિ, ગુપ્તિનું સમ્યક્ પ્રકારે પાલન કરતો નથી. ૫. જે લોકોને ભૂત-ભવિષ્યના નિમિત્ત કહે છે; રેખા, લક્ષણ, સ્વપ્નાદિનું ફળ બતાવે છે; વિધામંત્રથી ચમત્કાર બતાવે છે; સાવધ અનુષ્ઠાનોમાં અને ગૃહકાર્યોમાં ભાગ લે છે. ૬. જે ઔદેશિક ખાધ પદાર્થાદિ લે છે અથવા એષણીય અનેષણીય જે મળે તે લે છે.
આ રીતે જે સ્વીકૃત ઉત્તમ સંયમની વિરાધના કરે છે, તે પણ અનાથ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International