________________
૧૨૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
પડ્યું. કહ્યું પણ છે કે ‘મુંઝાયેલો માણસ શું નથી કરતો !’
ચોરી કરવી, ક્યાં કરવી ?, જ્યાં ચોરી કરીશ તે જો ગરીબ હશે તો દુઃખી થશે. કેટલાય શેઠ તો અતિ લોભી કંજુસ હોય છે. તેને ચોરીથી બહુ દુઃખ થશે. આપણું દુઃખ મટાડવા માટે કોઈને દુ:ખી શા માટે કરવા ! વિચાર વધતા-વધતા શેઠે રાજાના ભંડારમાં ચોરી કરવાનો નિર્ણય કર્યો. વિચાર્યું કે ત્યાં તો ભંડાર ભરપૂર છે કોઈને વધારે કષ્ટ નહી થાય.
શેઠ તૈયારી કરી અર્ધરાત્રિએ ચોરી કરવા ચાલ્યો. મનમાં સંકલ્પ કર્યો કે હું ખોટું બોલીશ નહી. સામે રસ્તામાં રાજા પોતે જ સિપાઈના વેશમાં મળ્યા, રાજાએ પૂછ્યું ત્યારે સરળભાવથી પોતે ચોર છે એમ બતાવી દીધું. તેવા પૂર્ણ સત્ય ઉત્તરમાં રાજ ભંડારમાં ચોરી કરવાની વાત પણ સ્પષ્ટ કરી દીધી. રાજાએ મજાક જાણીને છોડી દીધો. શેઠ રાજભંડારમાં પહોંચ્યો, સંયોગથી તેને કોઈ રોકી શક્યું નહી. તાળા તોડયા અને ભંડારમાં પ્રવેશ કર્યો.
ક્રમથી અંદર-અંદર આગળ વધવા લાગ્યો. હીરા, પન્ના, માણેક, મોતી, સોના ચાંદી, ઝવેરાત, બહુમૂલ્ય કપડા, મેવા મિષ્ટાન્ન, ધાન્ય કોઠાર બધું જોઈ લીધું. કયાં ય મન લલચાયું નહીં. શેઠે વિચાર કર્યો કે ભૂખના દુઃખથી ચોરી કરવા નીકળ્યો છું તો ફક્ત પેટ ભરવાનું સાધન જ ચોરવું. બીજો કોઈ લોભ કરવાની કોઈ આવશ્યકતા નથી. જે સામાન્ય ચીજથી બે ચાર દિવસનું ગુજરાન ચાલી શકે તેટલી જ વસ્તુ લેવી. એટલા સમયમાં કોઈ પણ ધંધો હાથમાં આવી જશે. આ પ્રકારનો વિચાર કરતાં કરતાં જોતાં-જોતાં તેને ચોખાની કણકી એક વાસણમાં જોવામાં આવી. પાંચ-દસ શેર કપડામાં ભરી, બાંધી અને ચાલ્યો.
માર્ગમાં તે જ રાજા ફરી મળ્યા. રાજાએ પૂછ્યું. શેઠે કહ્યું– હું રાજભંડારમાં ચોરી કરીને આવ્યો છું. આમ સાચેસાચું કહી દીધું કે ચોખાની કણકી ભરીને લાવ્યો છું. રાજાએ ખોલીને જોઈ લીધું અને તેની પાછળ ગુપ્ત રૂપથી આવીને તેના ઘરનું સ્થળ જોઈ લીધું.
રાજપુરુષો અને ભંડારીઓએ તાળા તૂટવાની જાણકારી થવા પર ઘણો બધો માલ પોતપોતાના ઘરોમાં પહોંચાડી દીધો. સવાર પડતાં રાજ ભંડારમાં થયેલી ચોરીની વાત જાહેર થઈ. રાજસભામાં ચર્ચાઓ થઈ, રાજાએ કર્મચારીઓ પાસેથી વાત સાંભળી. જેણે રાત્રે ચોરી કરી હતી તે શેઠને નોકર દ્વારા બોલાવવામાં આવ્યો.
બધાની સામે પૂછ્યું– તમે કોણ છો ? શેઠે જવાબ આપ્યો કે હું દિવસનો શાહુકાર અને રાત્રિનો ચોર છું અને પોતાની હકીકત બતાવતા કહ્યું કે આ કારણે ચોખાની કણકીની ચોરી કરી છે. રાજાને બહુજ દુઃખ થયુ કે આવા ઈમાનદાર અને સાચા લોકો મારા રાજ્યમાં દુઃખી થઈ રહ્યા છે અને કર્મચારી અથવા ભંડારી બનેલા આ લોકો પોતે ચોરીઓ કરે છે. રાજાએ શેઠને પોતાના ભંડારનો પ્રમુખ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org