________________
ઉપદેશ શાસ્ત્ર ઃ સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ
(૮) તેવા ભિક્ષુના અનેક નામ છે– ૧. શ્રમણ ૨. બ્રાહ્મણ ૩. ક્ષમાશીલ ૪. દમિતાત્મા ૫. ગુપ્ત ૬. મુક્ત ૭. મહર્ષિ ૮. મુનિ ૯. સુકૃતિ(યતિ) ૧૦. વિદ્વાન ૧૧. ભિક્ષુ ૧૨. રૂક્ષ(સંસારથી ઉદાસીન) ૧૩. મોક્ષાર્થી ૧૪. ચરણ કરણ ના પારગામી.
તે જ પૂર્વોક્ત પુરુષોમાં યોગ્ય અને સર્વશ્રેષ્ઠ પંચમ પુરુષ છે.
બીજા અધ્યયનનો સારાશ
આ અધ્યયનમાં કર્મ બંધના કારણોની સમસ્ત ક્રિયાઓને તેર સ્થાનમાં સંકલિત કરવામાં આવેલ છે.
*
૯૯
(૧) કોઈ પણ પ્રયોજનથી કરવામાં આવેલ હિંસા આદિની પ્રવૃત્તિ.
(૨) ઇચ્છા માત્રથી કે મનોરંજન માટે નિરર્થક, કોઈ પણ જાતના કારણ વગર જ પ્રાણિઓનો વધ કરવો, આગ લગાડવી વગેરે.
(૩) વેર અથવા બદલાથી કોઈની સંકલ્પ પૂર્વક હિંસા કરવી.
(૪) સંકલ્પ વગર અકસ્માતે વચ્ચે જ કોઈનું મરી જવું.
(૫) દષ્ટિ ભ્રમના કારણે એકના બદલે બીજાની હિંસા કરવી. (૬) જૂઠું બોલવું.
(૭) ચોરી-લુંટ કરવી.
(૮) મનમાં જ આર્ટ, રૌદ્ર સંકલ્પ-વિકલ્પ કરવા.
(૯) જાતિ, ધન, પ્રજ્ઞા વગેરેનું અભિમાન કરવું, બીજાનો તિરસ્કાર કરવો અથવા નિંદા કરવી, મજાક કરવી.
(૧૦) મનમાં કંઈક બીજું વિચારવું અને બોલવું કંઈક બીજું જ. કહેવું કંઈક બીજુ અને કરવું કંઈક બીજુ જ. અંદર કંઈક અન્ય ભાવ અને બહાર નો દેખાવ કંઈ જુદો કરવો, આ પ્રકારે માયા-કપટ, ધૂર્તતા કરવી.
(૧૧) દ્વેષને વશ થઈ અત્યંત ક્રૂર દંડ દેવો.
(૧૨) લોભ-લાલસા તેમજ વિષય ભોગોની આસક્તિ રાખવી.
(૧૩) વીતરાગીની ગમનાગમન આદિ યોગ પ્રવૃત્તિ.
આ તેર ક્રિયાઓનું વર્ણન કર્યા પછી શાસ્ત્રકારે અધર્મ, ધર્મ અને મિશ્ર પક્ષ, આ ત્રણ વિકલ્પોનું વિસ્તૃત વર્ણન કર્યું છે.
(૧) પ્રથમ અધર્મ વિકલ્પમાં હિંસક, ક્રૂર, ભોગોમાં આસક્ત, ધર્મ દ્વેષી વ્યક્તિના આચાર વિચાર વ્યવહારોનું કથન છે. (ર) બીજા ધર્મ વિકલ્પમાં શુદ્ધ સંયમી કે ધર્મીનું કથન છે. (૩) તૃતીય મિશ્ર વિકલ્પમાં અજ્ઞાની, બાલ તપસ્વી, કંદમૂળ ભક્ષણ કરનાર વગેરે મિથ્યા સાધનાવાળાનું કથન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org