________________
= ૧ર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત |
પણ દોષ લગાડી લે છે તેમજ ખેદ કરીને શુદ્ધિ પણ કરી લે છે.
પરિસ્થિતિવશ દોષ સેવન કરીને પરિસ્થિતિ દૂર થતાં જ તે દોષને છોડી દે છે અર્થાત્ કોઈપણ દોષની અનાવશ્યક પ્રવૃત્તિને દીર્ઘ સમય સુધી નથી ચલાવતા. આ પ્રકારની સાધનાની સ્થિતિમાં પ્રતિસેવના કુશીલ નિગ્રંથ રહે છે.
કોઈપણ દોષને દીર્ઘ સમય સુધી ચલાવવાથી, શુદ્ધિ કરવાનું લક્ષ્ય ન રાખવાથી અન્ય અનેક સમાચારીમાં પણ શિથિલ થઈ જવાથી અથવા તો અશુદ્ધ પ્રપણા કરવાથી તે સાધક ક્રમશઃ નિગ્રંથ વિભાગથી શ્રુત થઈ જાય છે. કૃષ્ણ, નીલ, કપોત, એ ત્રણે અશુભ લેશ્યાના પરિણામ આવવાથી તો સાધક આ નિગ્રંથ વિભાગથી તત્કાલ જ ગબડી પડે છે અર્થાત્ સંયમના છઠ્ઠા સાતમા આદિ ગુણસ્થાનોમાં રહેતો નથી, ત્યારે તે શિથિલાચારી વિભાગના પાસસ્થા આદિમાં પહોંચી જાય છે. (૩) કષાય કુશીલ નિગ્રંથ – આ સાધક સંયમ સમાચારીનું નિરતિચાર પાલન કરે છે અર્થાત્ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને સંપૂર્ણ સંયમ વિધિઓનું આગમ અનુસાર પાલન કરે છે.
આ સાધક સંજવલન કષાયના ઉદયથી ક્ષણિક અને પ્રગટરૂપે કષાયમાં પરિણત થઈ જાય છે. પરંતુ તે કષાયના કારણે કોઈપણ પ્રકારે સંયમાચરણ ને દૂષિત નથી કરતો.
અનુશાસન ચલાવવામાં કે અનુશાસિત થવા પર અથવા કોઈના અસવ્યવહાર કરવા પર આ સાધકને ક્ષણિક ક્રોધ આવી જાય છે. આજ રીતે ક્ષણિક માન, માયા, લોભનું આચરણ પણ એનાથી થઈ જાય છે. આ કષાયોની અવસ્થા બહારથી અલ્પ કે વિશેષ કેવીય પણ દેખાતી કેમ ન હોય, પરંતુ અંતરમાં તે સ્થિતિ તુરતજ દૂર થઈ જાય છે. પ્રતિક્રમણ સમયે તો તે સ્થિતિ સુધરીને સાધકનું હૃદય સર્વથા શુદ્ધ અને પવિત્ર બની જાય છે.
આ સાધકના કષાયના નિમિત્તથી સંયમ મર્યાદાનો ભંગ થઈ જાય તો તેની શુદ્ધ નિગ્રંથ અવસ્થા નથી રહેતી, પરંતુ પૂર્વકથિત પ્રતિસેવના નિગ્રંથ અવસ્થામાં તે ચાલ્યો જાય છે.
કોઈ કષાયની અવસ્થાનો જો પ્રતિકમણ સુધીમાં પણ અંત ન થઈ જાય તો એનિગ્રંથ પોતાની નિગ્રંથ અવસ્થાથી ટ્યુત થઈને સંયમ રહિત અથવા સમકિત રહિત અવસ્થાને પણ પ્રાપ્ત કરે છે. આ જ પ્રમાણે પૂર્વે કહેલા બન્ને નિગ્રંથ પણ પ્રતિક્રમણના સમય સુધી કષાય પરિણામોનું સંશોધન ન કરી લે તો પછી નિગ્રંથ વિભાગમાં રહેતા નથી.
કષાયની અલ્પકાલીનતામાં એવં પ્રતિપૂર્ણ સંયમ મર્યાદાનું પાલન કરતાં આ કષાય કુશીલ નિગ્રંથને કયારેય ત્રણ અશુભ લેશ્યાના પરિણામ આવી જાય તો પણ તે પોતાના નિગ્રંથ વિભાગથી તત્કાલ ટ્યુત થતો નથી, પરંતુ અશુભ લેશ્યાઓમાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org