________________
ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૯: શ્રમણોને આત્મ નિરીક્ષણ
૧૨
લઈને આગમોક્ત મર્યાદાઓનું ખંડન કરે છે, અન્ય સંયમ આરાધક સાધકો પ્રત્યે આદરભાવ ન રાખતા મત્સરભાવ(ઈષ) રાખે છે તેમજ પોતાના બુદ્ધિ બળ અથવા 28દ્ધિ બળથી તેઓ પ્રત્યે નિંદા આદિ પ્રકારોથી અસદ્ભાવ પ્રગટ કરે છે, અર્થાત્ શુદ્ધ આરાધના કરવાવાળા પ્રત્યે ગુણગ્રાહી ન બનતાં છિદ્રાન્વેષી બની રહે છે.
એ બધા આરાધક અને વિરાધક સાધકોએ પ્રસ્તુત નિબંધ રુપ દર્પણમાં આત્મ નિરીક્ષણ કરવું જોઈએ. આગમોમાં સાધકોના બે વિભાગ - (૧) જૈન આગમ ભગવતી સૂત્રમાં ઉત્તમ સાધક, શુદ્ધાચારી સાધુઓનો નિગ્રંથના વિભાગમાં સમાવેશ કરેલ છે. વર્તમાનમાં તે છ પ્રકારમાંથી ત્રણ નિર્ગથ વિભાગના સાધુ હોઈ શકે છે. (૨) અનેક આગમો (જ્ઞાતાસૂત્ર, નિશીથ સૂત્ર, વ્યવહાર સૂત્ર આદિ) માં શિથિલાચારી સામાન્ય સાધકોના અનેક પ્રકાર કહ્યા છે. તે સર્વમળીને કુલદશ થાય છે. વર્તમાનમાં એ દશેય શિથિલાચારી વિભાગના શ્રમણો હોઈ શકે છે. એ બન્ને વિભાગોનો પરિચય આ પ્રમાણે છે – વર્તમાનમાં સંભવિત નિગ્રંથોના ત્રણ વિભાગ - (૧) બકુશ નિગ્રંથ – સંયમ સમાચારીના આગમિક મુખ્ય તેમજ ગૌણ પ્રાયઃ સર્વનિયમોનું પાલન કરવા છતાં પણ આ નિગ્રંથોનું શરીર અને ઉપધિની સ્વચ્છતા તરફ વિશેષ લક્ષ્ય થઈ જાય છે. શરીર પ્રત્યે નિર્મોહ ભાવ પણ ઘટી જાય છે. જેથી તે તપ, સ્વાધ્યાય આદિમાં વધારો નહિ કરતાં ખાન-પાનમાં આસક્તિ, ઔષધ સેવનમાં રુચિ અને આળસ-નિદ્રામાં વૃદ્ધિ કરે છે, સાથો સાથ આ નિગ્રંથની અનેક સંયમ ગુણોના વિકાસમાં જાગરૂકતા ઓછી થઈ જાય છે.
તે ઉપરાંત અન્ય પણ સંયમ સમાચારીના નિયમોનો ભંગ કરવાની અથવા તેના પ્રત્યે ઉપેક્ષાભાવ રાખવાથી આ સાધક ક્રમશઃ નિગ્રંથ વિભાગથી ચુત થઈ જાય છે. કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ અશુભ લેશ્યાના પરિણામ આવવાથી તો આ સાધક નિગ્રંથ વિભાગમાંથી તત્કાલ(તેજ ક્ષણે) ગબડી પડે છે. અર્થાત્ તેનામાંનિગ્રંથ વિભાગનું છઠ્ઠસાતમુંઆદિ ગુણસ્થાન રહેતા નથી, ત્યારે તેશિથિલાચારી વિભાગના પાસત્યા' આદિમાં પહોંચી જાય છે. (૨) પ્રતિસેવના કુશીલ નિગ્રંથ :- સંયમ સમાચારીનું આગમ અનુસાર પાલન કરવાની રુચિની સાથે સાથે પ્રયત્ન કરવા છતાં પણ શારીરિક પરિસ્થિતિવશ યા શ્રુત જ્ઞાનની અભિવૃદ્ધિ માટે અને અંધહિત માટે, સમયે-સમયે મૂલગુણમાં અથવા ઉત્તરગુણોમાં દોષનું સેવન કરે છે. સાથે જ તેને દોષ સમજીને યોગ્ય સમયે શુદ્ધિ પણ કરે છે અને કયારેક પરીસહ ઉપસર્ગ સહન કરવાની અસમર્થતાને કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org