________________
આ ઉપદેશ શાસ્ત્ર: ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ
૪.
૨
અને આસક્તિમાં તથા અજ્ઞાનમાં જ દુખ ભરેલું છે. જ્ઞાની અને વિરક્ત આત્માઓને માટે આ બધા વિષયો જરા પણ પીડાકારી થતા નથી. આ ઇન્દ્રિયોના વિષયો તો સ્વતઃ હંમેશા તે વિરક્ત આત્માથી દૂર ભાગે છે.
આ જાણીને મુનિઓ નિરંતર વિરક્તતાના ભાવોમાં વૃદ્ધિ કરીને સંકલ્પવિકલ્પોથી આગળ વધીને સંપૂર્ણ તૃષ્ણા ઇચ્છાઓથી મુક્ત બને છે.
'તેત્રીસમું અધ્યયન અષ્ટ કર્મ
(૧) આ અધ્યયનમાં) મૂળ કર્મ પ્રકૃતિ આઠ અને ઉત્તર પ્રકૃતિ ૭૧ કહેવામાં આવી છે. વેદનીય અને નામ કર્મના બે-બે ભેદ કહીને તેના પુનઃ અનેક ભેદ છે એવું પણ સુચન કર્યું છે– ૧. જ્ઞાનાવરણીયના-૫. ૨. દર્શનાવરણીયના-૯, ૩. વેદનીયના-૨, ૪. મોહનીયના-૨૮, ૫. આયુષ્યના-૪. દ. નામકર્મના–૨. ૭. ગોત્રકર્મના–૧૬.૮. અંતરાયના–૫; આ સર્વ મળીને કુલ ૭૧ થાય છે. (૨) એક સમયમાં અનંત કર્મોના પુદ્ગલ આત્મા સાથે લાગે છે. તે દશેય દિશાઓમાંથી લાગે છે અને બધા આત્મ પ્રદેશો પર તેનો બંધ સમાન રૂપે હોય છે. (૩) આઠ કર્મોની બંધ સ્થિતિ આ પ્રમાણે છેક્રમ કર્મ | જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ | ૧ | જ્ઞાનાવરણીય | અંતર્મુહૂર્ત
ત્રીસ ક્રોડાકોડ સાગરોપમાં ૨ | દર્શનાવરણીય અંતર્મુહૂર્ત
ત્રીસ ક્રોડાક્રોડ સાગરોપમ વેદનીય અંતર્મુહૂર્ત
ત્રીસ ક્રોડાકોડ સાગરોપમ | મોહનીય
અંતર્મુહૂર્ત
સિતેર ક્રોડાકોડ સાગરોપમાં આયુષ્ય અંતમુહૂર્ત
તેત્રીસ સાગરોપમ | | નામ
આઠ મુહૂર્ત
વીસ ક્રોડાકોડ સાગરોપમ ૭ | ગોત્ર
આઠ મુહૂર્ત
વીસ ક્રોડાકોડ સાગરોપમ | ૮ | અંતરાય
અંતર્મુહૂર્ત
ત્રીસ ક્રોડાકોડ સાગરોપમ (૪) મોક્ષાર્થી સાધકે આ કર્મોને જાણીને નવો કર્મ બંધ ન કરવો જોઈએ અને પૂર્વે બાંધેલા કર્મોનો તપ-સંયમથી ક્ષય કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
૫
'ચોત્રીસમું અધ્યયનઃ વેશ્યાનું સ્વરૂપ
કૃષ્ણ, નીલ, કાપોત આ ત્રણ લેશ્યા અશુભ છે અને તેજો, પદ્મ અને શુકલ એ ત્રણ લેશ્યાઓ શુભ છે અથવા ત્રણ અધર્મ વેશ્યાઓ છે તે જીવને દુર્ગતિમાં લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org