________________
30 મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
વિચલિત થયા. રાજેમતિને ખ્યાલ આવતાં વિવેક અને વીરતાપૂર્વક રથનેમીને સંયમમાં સ્થિર કર્યા. અંતે બન્ને કર્મક્ષય કરી મુક્ત થયા.
(૧) કૃષ્ણ વાસુદેવ અરિષ્ટનેમિના પિત્રાઈ મોટાભાઈ હતા. તેઓએ ભગવાનના વિવાહમાં સક્રિય ભાગ લીધો હતો.
(૨) ભગવાન અરિષ્ટનેમિનું શરીર ૧૦૦૮ લક્ષણોયુક્ત ઉત્તમ સંઘયણ અને સંસ્થાનથી સંપન્ન હતું.
(૩) જીવો પ્રત્યેના અનુકંપાના ભાવથી તેઓએ વિવાહનો ત્યાગ કર્યો હતો. (૪) કૃષ્ણ વાસુદેવે અરિહંત અરિષ્ટનેમિને દીક્ષા ગ્રહણ કરતી વખતે શ્રેષ્ઠ આરાધના કરવાના શુભાશીષ આપ્યા.
(૫) ભોગાસક્ત વ્યકિત પણ મનુષ્યભવને દુર્લભ કહી મનુષ્ય સંબંધી ભોગોમાં આનંદ માને છે. જ્યારે મોક્ષાર્થી સાધક “ભોગો તો પ્રત્યેક ભવમાં પ્રાપ્ત થનારા છે’ તેમ જાણી મનુષ્ય ભવની દુર્લભતાને મોક્ષ પ્રાપ્તિના હેતુભૂત સમજે છે. કારણકે ભોગોની સુલભતા તો અન્ય ગતિમાં પણ થાય છે પરંતુ સંયમ અને મોક્ષની આરાધના ફક્ત મનુષ્યભવમાં જ થાય છે. તેથી દુર્લભ મનુષ્ય ભવનો ઉપયોગ જ્ઞાની આત્મા મુક્તિ સાધનમાં જ કરે અને બાકી બધા કાર્યોને તેઓ મનુષ્યભવના દુરુપયોગ રૂપ સમજે.
(૬) સ્વ-પરની એકાંત હિત ભાવનાથી કહેવાયેલા કટુ વચન પણ સુભાષિત વચન હોય છે. (૭) શબ્દોને પ્રભાવશાળી બનાવી ઉચ્ચારણ કરવું તે ક્રોધ અને અભિમાનથી ભિન્ન છે.
(૮) કષાયનો ત્યાગ કરી, ઇન્દ્રિયોને વશમાં રાખી ગુપ્તિઓથી યુક્ત થઈને, દઢતાથી સંયમના નિયમોનું પાલન કરવાથી જીવ આત્મકલ્યાણ સાધી શકે છે. આ જ ગુણોના આસેવન અને ધારણથી રથનેમિ મુનિ અને રાજેમતી સતીએ આત્મ કલ્યાણ સાધ્યુ હતું.
ત્રેવીસમું અધ્યયનઃ કેશી-ગૌતમ સંવાદ
પ્રાસંગિક :ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી અને પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના અવધિજ્ઞાની શ્રમણ કેશી સ્વામી પોતાના શિષ્ય પરિવારની સાથે શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા. બન્ને અલગ-અલગ ઉદ્યાનમાં ઉતર્યા હતા. ગમનાગમન, ભિક્ષાચરી આદિ વખતે તે-તે શ્રમણોનું પરસ્પર મિલન અને પરિચય થાય છે. આચારાદિની કંઈક ભિન્નતા હોવાથી શિષ્યોમાં ચર્ચા થાય છે. શિષ્યોની જિજ્ઞાસાઓના સમાધાન માટે ઉચિત અવસર જોઈ બન્ને પ્રમુખ શ્રમણ (કેશી-ગૌતમ) પ્રશ્નોત્તર, વાર્તાલાપની ગોઠવણ કરે છે. ગૌતમ સ્વામી કેશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org