________________
2
ઉપદેશ શાસ્ત્ર: ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ
૧
શ્રમણ પાસે શિષ્ય પરિવાર સહિત જાય છે. પરસ્પર સમ્યક વિનય-વ્યવહાર આસન આદાન-પ્રદાન કરે છે. ત્યાં અન્ય અનેક દર્શક, શ્રોતા તથા અનેક જાતિના દેવો પણ આવે છે. કેશી સ્વામી “મહાભાગ’ સંબોધન દ્વારા ગૌતમ સ્વામીને પ્રશ્ન પૂછે છે; જ્યારે ગૌતમ સ્વામી ‘ભતે' સંબોધનપૂર્વક કેશી સ્વામીને અનુમતિ અને ઉત્તર આપે છે. અંતે કેશી સ્વામી ચોવીસમા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં સમર્પિત થઈ જાય છે, પુનઃદીક્ષિત થઈ જાય છે. જ્ઞાનગોષ્ઠી સારાંશ - (૧) પાર્શ્વનાથ ભગવાનના સાધુઓનો સચેલકધર્મ(મૂલ્ય અને મર્યાદા માં ઇચ્છિત વસ્ત્રો ધારણ કરવા રૂપ) હોય છે અને ભગવાન મહાવીરના સાધુઓનો અચલક ધર્મ (અલ્પ મૂલ્ય અને મર્યાદિત વસ્ત્ર ધારણ કરવા રૂ૫)હોય છે. (૨) આ જ પ્રમાણે બંનેમાં ચાતુર્યામ ધર્મ અને પંચમહાવ્રત ધર્મરૂપ અંતર હોય છે. તે અંતર ફક્ત વ્યવહાર રૂપ કે સંખ્યા સંબંધી જ છે, તત્વ સંબંધી નથી. આ બને તફાવતોનું કારણ એ છે કે મધ્યમ બાવીસ તીર્થંકરના સમયે કાલ પ્રભાવે મનુષ્ય સરલ અને પ્રજ્ઞા સંપન્ન અધિક હોય છે. પ્રથમ અને અંતિમ તીર્થકરના શાસન કાળના મનુષ્ય ઉક્ત ગુણસંપન્ન અતિ અલ્પ હોય છે પરંતુ વક્ર જડની સંખ્યા અધિક હોય છે. (૩) સંયમયાત્રા અને ઓળખાણ(પ્રતીતિ-પરિચય) માટે કોઈપણ લિંગ(વેષ)નું પ્રયોજન હોય છે, જે વ્યવસ્થા અને આજ્ઞાનુસાર તેમજ ગૂઢ હેતુ પૂર્વક હોય છે. નિશ્ચયમાં તો મોક્ષના મુખ્ય સાધન સમ્યમ્ જ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્યારિત્ર છે. તેની આરાધનામાં કોઈપણ તીર્થંકરના શાસનમાં કે કોઈ પણ ભેદે મોક્ષ જનારામાં ભિન્નતા હોતી નથી. (૪) આત્મા, ચાર કષાય અને પાંચ ઇન્દ્રિય; આ દસને જીતવામાં જ પૂર્ણ વિજય છે, અર્થાત્ આત્મપરિણતિને જિનાજ્ઞામાં સમર્પિત કરી દેવી. જ્ઞાનાત્મા દ્વારા કષાયાત્માને શિક્ષિત કરી નિયંત્રિત કરવો, સમભાવથી રહેવું, વૈરાગ્ય ભાવો દ્વારા ઇન્દ્રિયોની ચંચલતાને શાંત કરવી, ઇચ્છાઓનો નિગ્રહ કરવો; આ સર્વ ઉપાયો આત્મવિજય પ્રાપ્ત કરવા માટે જરૂરી છે. (૫) રાગ, દ્વેષ અને સ્નેહ સંસારમાં બંધનરૂપ છે, જાળ રૂપ છે, તેનું છેદન કરવું જોઈએ. અર્થાત્ મોક્ષસાધકે તે પરિણામોથી મુક્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્ઞાન અને વિવેક દ્વારા રાગ, દ્વેષ અને સ્નેહ પરિણામોથી મુક્ત થઈ શકાય છે. () તૃષ્ણા–ઇચ્છાઓ અને લાલસાઓ એ હૃદયમાં રહેનારી વિષ વેલડીઓ છે. તેથી મોક્ષાર્થીએ સમિતિ દ્વારા ગુપ્તિ તરફ અગ્રેસર થવું જોઈએ. આ લોક-પરલોકની સંપૂર્ણલાલસાઓથી ક્રમશઃ મુક્ત થવું જોઈએ. પ્રશંસા, પ્રતિષ્ઠા, સન્માનની ઇચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org