SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ શાસ્ત્ર : પરિશિષ્ટ-૮ : નિયંઠા સ્વરૂપ ચારિત્ર પ્રતિસેવના કુશીલ :– ચારિત્રની પ્રવૃત્તિઓનું પાલન કરવા કે કરાવવા માટે દોષસેવન કરે, યથા- ચારિત્રપાલનનું સાધન શરીર છે, શરીર સશક્ત હશે તો ચારિત્રપાલન વિશેષ થશે તે દૃષ્ટિકોણથી શરીર માટે દોષસેવન કરે તે ચારિત્ર પ્રતિસેવનાકુશીલ છે. લિંગ પ્રતિસેવના કુશીલ ઃ–લિંગના વિષયમાં અર્થાત્ સાધુની વેશભૂષાના નિમિત્તે તથા સાધુલિંગના આવશ્યક ઉપકરણ, વસ્ત્ર, પાત્ર, રજોહરણ આદિના નિમિત્તે દોષસેવન કરે તે લિંગ પ્રતિસેવના કુશીલ છે. ૧૬૦ યથાસૂક્ષ્મ પ્રતિસેવના કુશીલ :– પૂર્વોક્ત ચાર કારણ સિવાય અન્ય કારણે અર્થાત્ પૌદ્ગલિક સુખની લાલસાથી, કષ્ટ સહન ન થવાથી, ઇચ્છાપૂર્તિ માટે, માનાદિ કષાયોના પોષણ માટે અથવા કોઈના દબાણથી મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષસેવન કરે, તે યથાસૂક્ષ્મ પ્રતિસેવના કુશીલ છે. આ રીતે પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ, તે ત્રણે નિયંઠા પ્રતિસેવી છે, દોષ સેવી છે. તેમાં છઠ્ઠું અને સાતમું બે જ ગુણસ્થાન હોય છે, શેષ ત્રણ નિયંઠા અપ્રતિસેવી છે. પુલાકમાં એક છઠ્ઠું ગુણસ્થાન જ હોય છે. (૪) કષાય કુશીલ ઃ– સંજ્વલન કષાયના પ્રગટ કે અપ્રગટ ઉદયથી જેનું ચારિત્ર કંઈક અંશે મલિન બને છે તેને કષાય કુશીલ કહે છે. તે નિગ્રંથ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિમાં કિંચિત્ પણ અતિચાર કે અનાચાર રૂપ દોષ સેવન કરતા નથી. સંયમ પ્રાપ્તિના સમયે અવશ્ય કષાય કુશીલ નિગ્રંથપણું જ હોય છે. બીજા નિયંઠા ત્યાર પછી પ્રાપ્ત થાય છે. સાધક જીવનમાં ક્યારેક કોઈપણ નિમિત્તથી કષાયનો ઉદય થાય પરંતુ તે તુરંત જ ઉપશાંત થઈ જાય તો જ કષાય કુશીલ નિગ્રંથપણું રહે છે. જો કષાયની કાલમર્યાદા વધી જાય તો કષાય કુશીલપણુ રહેતું નથી. આ નિગ્રંથમાં ૬,૭,૮,૯,૧૦ આ પાંચ ગુણસ્થાન હોય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં કષાયનો ઉદય પ્રગટ જણાય છે. પરંતુ સાતમાથી દશમા ગુણસ્થાન સુધી અપ્રગટપણે કષાયનો ઉદય હોય છે. આ નિગ્રંથના પણ પાંચ પ્રકાર છે. જ્ઞાન કષાય કુશીલ :– જ્ઞાન ભણતા કે જ્ઞાન પ્રેરણા, પ્રચારાદિ કાર્ય કરતાં પ્રમત્ત દશાના કારણે સંજ્વલન કષાયની પ્રગટ અવસ્થા આવી જાય તો તેને જ્ઞાનકષાય કુશીલ કહે છે. દર્શન કષાય કુશીલ :- દર્શન–શ્રદ્ધાગમ્ય વિષયોને સમજવા, સમજાવવામાં ક્યારેક પ્રગટ કષાયનો ઉદય થઈ જાય તેને દર્શન કષાય કુશીલ કહે છે. ચારિત્ર કષાય કુશીલ :- ચારિત્રનું પાલન કરતા, કરાવતા અથવા વૈયાવચ્ચ આદિ કરતાં; પ્રમાદવશ પ્રગટ કષાયનો ઉદય થઇ જાય તો તેને ચારિત્રકષાય કુશીલ કહે છે. લિંગ કષાય કુશીલ :- શુદ્ધ લિંગ, વેષભૂષા, ઉપકરણાદિના નિમિત્તે પ્રમાદવશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy