________________
ઉપદેશ શાસ્ત્રઃ સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ
પાંચમા અધ્યયનનો સારાંશ
આમાં બે ઉદ્દેશક છે, તેમજ સંપૂર્ણ અધ્યયનમાં નરકમાં જવાના કારણો તેમજ નરકના દુ:ખોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. અંતમાં કહેવામાં આવ્યું છે કે જીવ જેવા કર્મ કરે છે તે અનુસાર એકલો જ ફળ ભોગવે છે.
તે જાણી ધીર, વીર પુરુષ હિંસા વગેરે પાપોનો ત્યાગ કરી એકત્વ તેમજ અપરિગ્રહ ભાવમાં રહે તથા સંસાર પ્રવાહમાં ન પડે.
છઠ્ઠા અધ્યયનનો સારાશ
આ અધ્યયનમાં ભગવાન મહાવીરનું સ્તુતિયુક્ત વર્ણન છે. (૧) પ્રભુ વીર આસુપ્રજ્ઞ, કુશળ, સર્વજ્ઞ અને સર્વદર્શી હતાં.
(૨) તેમણે સમસ્ત લોકના ચર-અચર પ્રાણીઓને અને નિત્ય-અનિત્ય પદાર્થોને જાણી, દ્વીપ સમાન ત્રાણભૂત અહિંસા ધર્મ કહ્યો.
(૩) તેઓ ગ્રંથાતીત, નિર્ભય તેમજ અનિયતવાસી હતા. દેવોમાં ઇન્દ્રની જેમ તેઓ, મનુષ્યોના ધર્મનેતા હતા.
too
ܐ
(૪) તેમની પ્રજ્ઞા સમુદ્ર સમાન અપાર હતી. તેઓ ઇન્દ્ર સમાન ધૃતિમાન હતા. (૫) પ્રતિપૂર્ણ શક્તિ સંપન્ન, સુદર્શન મેરુ સમાન શ્રેષ્ઠ તેમજ અનેક ગુણોના ધારક હતા. સૂર્ય સમાન પ્રકાશમાન હતા અર્થાત્ જ્ઞાન પ્રકાશદાતા હતા. (૬) તેઓએ અનુત્તર ધર્મની પ્રરૂપણા કરી, અનુત્તર પરમ શુક્લ ધ્યાન દ્વારા સંપૂર્ણ કર્મ ક્ષય કરી, જ્ઞાન,દર્શન અને ચારિત્રની આરાધના કરી, પ્રભુ મહાવીર સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા.
(૭) ભગવાન નંદનવન સમાન શ્રેષ્ઠ આનંદકારી હતા. તારાઓમાં ચંદ્ર સમાન અને સુગંધમાં ચંદન સમાન ઉત્તમ હતા.
(૮) સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર, નાગોમાં ધરણેન્દ્ર, રસોમાં ઇક્ષુરસ સમાન પ્રધાન તપસ્વી-મુનિ હતા. હાથીઓમાં ઐરાવત હાથી, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરૂડ સમાન તેઓ મોક્ષાર્થીઓમાં પ્રધાન હતા.
Jain Education International
(૯) પ્રભુ વીર પુષ્પોમાં કમળ, દાનમાં અભયદાન, તપમાં બ્રહ્મચર્યની સમાન લોકમાં ઉત્તમ હતા. સુધર્મા સભા અને લવસત્તમ દેવ સમાન સર્વશ્રેષ્ઠ હતા, પૃથ્વી સમાન સહનશીલ હતા. તેઓ આસક્તિ રહિત બની સંગ્રહ વૃત્તિથી દૂર રહેતા હતા. (૧૦) ક્રોધ, માન, માયા, લોભ, આ ચારે ય આધ્યાત્મ દોષોનું પ્રભુએ વમન (સર્વથા ત્યાગ) કરી નાખ્યું હતું. અન્ય પાપોનું સેવન પણ તેઓ કયારે ય કરતા નહોતાં અને કરાવતા નહોતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org