________________
જ ર૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
(૩) આચાર્ય-ઉપાધ્યાય કોઈ સૂચના પ્રેરણા કરે ત્યારે ક્રોધ કરે, તેમનો સમ્યક વિનય, સેવા-ભક્તિ ન કરે, ઘમંડી બને. (૪) જીવ રક્ષા અને યતનાનું લક્ષ ન રાખનારા. (૫) ભૂમિનું પ્રતિલેખન કર્યા વિના જ્યાં-ત્યાં બેસનારા. જોયા વિના ગમનાગમન કરનારા. () શીધ્ર અને ચપલગતિએ ચાલનારા. (૭) પ્રતિલેખનની વિધિનું પાલન ન કરનારા. (૮) માયાવી, લાલચી, ઘમંડી, વાચાળ, મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ ન કરનારા, અસંવિભાગી અને અપ્રિય સ્વભાવવાળા. (૯) વિવાદ, કલહ અને કદાગ્રહશીલ સ્વભાવવાળા. (૧૦) જ્યાં ત્યાં ફરતા રહેનાર, અસ્થિર આસનવાળા. (૧૧) શયનવિધિનું પાલન ન કરનારા અર્થાત્ ઉતાવળે સૂઈ જનારા. (૧૨) વિગયોનું વારંવાર સેવન કરવા છતાં તપશ્ચર્યા ન કરનારા. (૧૩) સવારથી સાંજ સુધી ખાનારા. (૧૪) અસ્થિર ચિત્ત થઈ ગણ–ગચ્છનું વારંવાર પરિવર્તન કરનારા. (૧૫) નિમિત બતાવનારા યંત્ર, મંત્ર, તંત્ર તથા વિદ્યા આદિનો પ્રયોગ કરી ગુહસ્થોને બતાવનારા. (૧) સામુદાનિક(અનેક ઘરોની)ભિક્ષા ન કરનારા,નિત્ય એક જ ઘરથી આમંત્રણ સ્વીકારી આહાર-પાણી લેનારા, ગૃહસ્થના આસન શયનનો ઉપયોગ કરનારા.
ઉક્ત આચરણ કરનારા ‘પાપી શ્રમણ' કહેવાય છે. તેઓ આ લોકમાંનિન્દા પાત્ર થતાં શિથિલાચારી કહેવાય છે અને આ લોક તથા પરલોકને બગાડે છે. તેનાથી વિપરીત એટલે શુદ્ધ સંયમ પાલન કરનારા અર્થાત્ ઉક્તદોષોનો પરિત્યાગ કરનારા સુવતી મુનિ આ લોકમાં અમૃતની સમાન પૂજિત બને છે અને પરલોકના આરાધક બને છે.
અઢારમું અધ્યયન : સંચતિ મુનિ
પ્રાસંગિક – એકદા સંયતિ રાજા હરણનો શિકાર કરી રહ્યા હતા, હરણ ભયભીત થઈદોડી રહ્યું હતું. ઉદ્યાનમાં પ્રશાંત ચિત્ત મુનિને જોઈ હરણ તેના શરણમાં બેસી ગયું. સંયતિ રાજા તે હરણને શોધતાં-શોધતાં આવ્યા. મુનિ પાસે મૃગને બેઠેલ જોઈ રાજાને થયું–નક્કી આ ઋષિનો મૃગ હશે. હવે તે મને શ્રાપ આપશે તો? તેઓએ ભયભીત થઈ મુનિ પાસે ક્ષમાની પ્રાર્થના કરી. ત્યારબાદ મુનિનો ઉપદેશ સાંભળી તેઓએ સંયમ ગ્રહણ કર્યો. સંયમમાર્ગમાં વિચરણ કરતાં તેમનો ક્ષત્રિય રાજર્ષિ સાથે સમાગમ થયો. તે ક્ષત્રિય રાજર્ષિએ આત્મીયતા વ્યક્ત કરી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org