________________
આ
ઉપદેશ શાસ્ત્ર: ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ
ર૫
તેમને ઉદાહરણો દ્વારા તપ-સંયમમાં સદા સ્થિર રહેવાની શિક્ષા-પ્રેરણા કરી. (૧) આ જીવને બીજા નિરપરાધી પ્રાણીઓને મારતી વખતે સહેજ પણ વિચાર નથી આવતો પરંતુ જયારે પોતાની ઉપર આંશિક આપત્તિની સંભાવના પણ હોય તોપણ ગભરાઈને દીનતાનો સ્વીકાર કરી લે છે. (૨) અનિત્ય એવા આ જીવનમાં સ્વયંનું મૃત્યુ પણ અવશ્ય થવાનું છે, કોઈ અમર નથી રહેવાનું, તેથી હિંસાદિમાં મગ્ન રહેવાથી કોઈ લાભ નથી. (૩) સર્વસ્વ છોડી એક દિવસ અવશ્ય જવું તો પડશે જ, આ જીવન વીજળી સમાન ચંચળ છે; છતાં પ્રાપ્ત થયેલ રાજ્યાદિમાં પ્રાણી આસક્ત થઈ પરલોકનો વિચાર કરતો નથી, તે અજ્ઞાન દશા છે. (૪) સગા-સંબંધીનો સાથ પણ જયાં સુધી માણસ જીવતો છે ત્યાં સુધી જ છે. મૃત્યુ બાદ કેવલ શુભાશુભ કર્મો જ સાથે આવે છે. પરિવારના સભ્યો પણ મૃત્યુ પછી ઘરમાં રાખતા નથી. (૫) સંસારમાં અનેક એકાંતવાદી ધર્મ છે. એકાંત હોવાથી તેનું કથન યુક્તિ સંગત હોતું નથી, તેથી સમ્યક તત્ત્વોની શ્રદ્ધા સાથે સમ્યફ ધર્મમાં સ્થિર રહેવું જોઈએ. ટૂંકમાં સાર એ છે કે—કોઈપણ સિદ્ધાન્તવાળા હોય પણ જો પાપકાર્યમાં અનુરક્ત રહે તો દુર્ગતિને પ્રાપ્ત કરે છે અને જે પાપનો ત્યાગ કરી અહિંસક, દયામય, આર્યધર્મનું આચરણ કરે છે, તે દિવ્યગતિને પ્રાપ્ત કરે છે. (૬) લોકમાં દેખાતા વિભિન્ન એકાન્તવાદી સિદ્ધાન્તમિથ્યા છે અને નિરર્થક છે; તેવું જાણી સ્યાદ્વાદમય સમ્યક નિષ્પાપ માર્ગનું અનુસરણ કરવું જોઈએ. (૭) દસ ચક્રવર્તી રાજાઓએ પણ સંપૂર્ણ રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરી સંયમ-તપની આરાધનાથી મુક્તિ મેળવી. બે ચક્રવર્તીએ(આઠમા અને બારમા) સાંસારિક સુખમાં આસક્ત બની સંયમ અંગીકાર ન ર્યો તો તેઓ આસક્તદશામાં જ મૃત્યુ પામી નરકમાં ગયા. (૮) દશાર્ણભદ્ર રાજા, નમિ રાજા, કરકંડુ, દુર્મુખ, નગતિ રાજા, ઉદાયન રાજા, શ્વેત રાજા, વિજય, મહાબલ ઈત્યાદિ મોટા મોટા રાજાઓએ સંયમ ધારણ કરી આત્મ કલ્યાણ ક્યું.
આ પ્રમાણે જાણીને શૂરવીર મોક્ષાર્થી સાધકે મોક્ષ માર્ગમાં દઢતાપૂર્વક પરાક્રમ કરવું જોઈએ.
ઓગણીસમું અધ્યયનઃ મૃગાપુત્ર |
પ્રાસંગિક – સંત દર્શનથી મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમાં નરકાદિભવોને જોઈને ભોગોથી વિરક્ત થાય છે. દીક્ષાની અનુમતિ માંગતા, માતા-પિતા સાથે થયેલ રોચક સંવાદનું વર્ણન તથા નરકગતિના ભયાનક દુઃખોનું વર્ણન આ અધ્યયનમાં કરવામાં આવ્યું છે. સંયમની દુષ્કરતા બતાવતાં મહાવ્રતોનું અને અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org