________________
ઉપદેશ શાસ્ત્ર : પરિશિષ્ટ-૬ : શ્રાવકના ગુણો
આ ક્રિયાઓથી હીનાધિક વિભિન્ન માત્રામાં જીવ કર્મબંધ કરે છે એવું જાણીને બનતી કોશિશે આનાથી બચવાનો મોક્ષાર્થીએ પૂરો પ્રયત્ન કરવો જોઈએ.
પરિશિષ્ટ-૬
શ્રાવકના ર૧ ગુણો : ચાર પ્રકારે
પ્રથમ પ્રકારે : ૨૧ આદર્શ ગુણો
શ્રાવકે સામાન્ય કક્ષામાં પણ નિરંતર પ્રગતિશીલ રહેવું જોઈએ તેમજ આ વિશિષ્ટ ગુણોની ઉપલબ્ધિ કરવી જોઈએ.
૧૫૦ શ્રદ્ધ
:
(૧) જીવાજીવનું જાણકાર થવું.
(૨) પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષના સાચા સ્વરૂપનું જ્ઞાતા એટલે જાણકાર થવું.
(૩) કર્મબંધ કરાવવાવાળી પચીસ ક્રિયાઓના જાણકાર થવું.
(૪) ૧૪ નિયમ(૨૩ નિયમ) હંમેશાં ધારણ કરવા. ત્રણ મનોરથનું હંમેશાં ચિંતન કરવું.
(૫) સૂતાને ઉઠતાં સમયે ધર્મ જાગરણ કરે અર્થાત્ આત્મ વિકાસનું ચિંતન કરે. (૬) દઢધર્મી ને પ્રિયધર્મી એવા બને કે તેને દેવપણ ધર્મથી ડગાવી ન શકે. (૭) જીવનમાં દેવ-સહાયતાની આશા ન રાખે, દેવી દેવતાની માનતા ન કરે. (૮) પોતાના સિદ્ધાંતમાં કોવિદ યાને પંડિત બને.
(૯) દર મહિને ૬-૬ પૌષધ કરે.
(૧૦) સમાજમાં પૂર્ણ વિશ્વાસ પાત્ર બનવું તેમજ પ્રતિષ્ઠિત જીવન બનાવવું. (૧૧) તપ તેમજ ક્ષમાની શક્તિનો વિચાર કરે.
(૧૨) દાન શીલના આચરણમાં દરરોજ પ્રગતિ કરે. સંપત્તિનો થોડોક હિસ્સો અનુકંપા દાન આદિમાં વાપરે.
(૧૩) કોઈપણ ભિખારી યાચકને ખાલી ન જવા દે.
(૧૪) ગામમાં બિરાજીત સંત સતીજીઓના દર્શન, વંદન આદિ પ્રવૃત્તિ માટે સમય નક્કી કરી રાખવો.
Jain Education International
(૧૫) આહાર, વસ્ત્ર, મકાન, પાટ, પાત્ર ઔષધ આદિ પદાર્થોનું સુપાત્ર દાન દેવાની ભાવના ભાવવી તેમજ તે સંબંધી નિર્દોષતાનો વિવેક રાખવો.
(૧૬) ગંભીર અને સહિષ્ણુ બનવાનો પ્રયત્ન કરે.
For Private & Personal Use Only
www.jainelibrary.org