________________
ઉપદેશ શાસ્ત્ર ઃ પરિશિષ્ટ-૬ : શ્રાવકના ગુણો
૧૮. કોઈ નવો માણસ ધર્મ પામ્યો હોય તેને યોગ્ય સહાય કરે, જ્ઞાન શીખવે. ૧૯. ઉભય સંધ્યા કાલ પ્રતિક્રમણ કરે, પ્રમાદ કરે નહીં.
૨૦. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખે, વૈર-વિરોધ કોઈથી રાખે નહીં.
૨૧. શક્તિ પ્રમાણે તપસ્યા અવશ્ય કરે અને જ્ઞાન શીખવામાં પરિશ્રમ કરે. તૃતીય પ્રકારે ૨૧ લક્ષણ :
:
૧. અલ્પ ઇચ્છા- ઇચ્છા-તૃષ્ણાને ઓછી કરવાવાળો હોય.
૨. અલ્પ આરંભી— હિંસાકારી પ્રવૃત્તિઓને ઓછી કરવાવાળો હોય. ૩. અલ્પ પરિગ્રહી– પરિગ્રહને ઓછો કરવાવાળો હોય.
૪. સુશીલ- આચાર-વિચારની શુદ્ધતા રાખવાવાળો શીલવાન હોય. ૫. સુવ્રતી— ગ્રહણ કરેલા વ્રતોનું શુદ્ધતાપૂર્વક પાલન કરવાવાળો હોય. ૬. ધર્મનિષ્ઠ ધર્મ કાર્યોમાં નિષ્ઠા રાખવાવાળો હોય.
૭. ધર્મપ્રવૃત્તિ મન વચન કાયાથી ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ કરવાવાળો હોય.
૮. કલ્પ ઉગ્નવિહારી- ઉપસર્ગ આવવા પર પણ મર્યાદાની વિરુદ્ધ કાર્ય ન કરવાવાળો હોય.
-
૯. મહાસંવેગ– નિવૃત્તિ માર્ગમાં લીન રહેવાવાળો હોય.
૧૦. ઉદાસીન– સંસારની પ્રવૃત્તિઓ પ્રત્યે ઉદાસીનતા રાખવાવાળો હોય. ૧૧. વૈરાગ્યવાન– આરંભ-પરિગ્રહને છોડવાની ઈચ્છા રાખવાવાળો હોય.
૧૫૯
૧૨. એકાંતઆર્ય– નિષ્કપટી, સરળ સ્વભાવી હોય.
૧૩. સમ્યગ્માર્ગી-- સમ્યગજ્ઞાન-દર્શન-ચારિત્રના માર્ગપર ચાલવાવાળો હોય. ૧૪. સુસાધુ- આત્મસાધના કરવાવાળો હોય.
૧૫. સુપાત્ર- સદ્ગુણ તેમજ સમ્યગ્ જ્ઞાનને સુરક્ષિત રાખવાવાળો હોય. ૧૬. ઉત્તમ- સદ્ગુણોથી યુક્ત તેમજ સદ્ગુણાનુરાગી હોય. ૧૭. ક્રિયાવાદી– શુદ્ધ ક્રિયા કરવાવાળો હોય.
૧૮. આસ્તિક- દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન હોય.
૧૯. આરાધક- જિનાજ્ઞા અનુસાર ધર્મની આરાધના કરવાવાળો હોય.
૨૦. પ્રભાવક– જિન શાસનની પ્રભાવના કરવાવાળો હોય.
૨૧. અરિહંત શિષ્ય- અરિહંત ભગવાન પ્રત્યે શ્રદ્ધા ભક્તિ કરવાવાળો તેમજ તેમણે બતાવેલા માર્ગ પર ચાલવાવાળો હોય.
ચતુર્થ પ્રકારે : ૨૧ ગુણો
૧. અક્ષુદ્ર-- ગંભીર સ્વભાવી હોય.
૨. રૂપવાન સુંદર, તેજસ્વી અને સશક્ત શરીરવાળો હોય.
Jain Education International
-:
For Private & Personal Use Only
www.jainelibrary.org