________________
જ ૧૪૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત
સચિત્ત વસ્તુ અગ્નિથી અથવા કોઈપણ શસ્ત્રથી પરિણત થઈ જવા પર અચિત થઈ જાય છે. જો પૂર્ણ શસ્ત્રથી પરિણત ન થઈ હોય તો તેને સચિત્તમાં જ ગણવી. મિશ્રણ થયેલી ચીજ જેમ કે– પાન આદિમાં જેટલી સચેત વસ્તુઓ હોય તે બધાની જુદી-જુદી ગણતરી કરવી. સચિત્ત સંબંધી ધ્યાનમાં રાખવા યોગ્ય મુદ્દાઓ - ૧. બીજ કાઢયા વગર બધા ફળોને સચિત્તમાં ગણવા. બીજ પણ કાચા અને પાકા બે પ્રકારના હોય છે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. ૨. વઘારેલી વનસ્પતિઓ તથા સેકેલા ડોડા (અર્ધપક્વ હોય તો) સચિત્ત ગણવા. ૩. પાકા ફળોનો રસ કાઢીને તથા ગાળીને રાખ્યો હોય તો થોડો સમય થયા પછી અચિત્ત ગણવો. ૪. સાફ કરેલા ચોખાને છોડીને ઘણું પ્રાયઃ બધું અનાજ સચિત્ત. તે પીસવાથી તથા અગ્નિપર શેકવાથી અચિત્ત થાય પરંતુ પલાળવાથી નહીં. ૫. કાળા મીઠાને છોડીને બધી જાતના મીઠા સચિત, ઉકાળીને બનાવ્યું હોય અથવા ગરમ કરેલ હોય તો અચિત્ત. પીસવા પર તો સચિત્ત જ રહે છે. ૬. ધાણાના બે ટુકડા થઈ જાય તો પણ સચિત્ત. પીસવાથી અચિત્ત થાય. ૭. કોઈ પ્રવાહ ચીજમાં મીઠું જીરા આદિ ઉપરથી નાખે તો અર્ધા કલાક સુધી સચિત્ત ગણાય અને સૂકી ચીજ ઉપર નાખ્યા હોય તો સચિત્ત જ રહે છે. નોંધ – બીજી પણ કોઈ ધારણા હોય તો તેનું સ્પષ્ટીકરણ નિશ્ચિત કરી શકાય છે. (૨) દ્રવ્ય – જેટલી ચીજો દિવસભરમાં ખાવા-પીવામાં આવે તેની મર્યાદા કરવી અથવા તૈયાર ચીજની એક જાતિ ગણી લેવી, પછી તેને કોઈપણ રીતે ખાવાની વિધિ હોય. બીજી રીત એ છે કે જેટલા પ્રકારના સ્વાદ બદલીને મેળવી મેળવીને ખાવામાં આવે તો તેનું ધ્યાન રાખીને ગણતરી કરવી. ચીજ ગણવાની રીત સરળ છે. દવા પાણી આગારમાં રાખી શકાય. બીજો પણ કોઈ આગાર અથવા ધારણા કાયમ પણ કરી શકાય છે. (૩) વિગય – મહાવિગય(માખણ, મધ) નો ત્યાગ કરવો તેમજ પાંચ વિગયો (દૂધ, દહીં, ઘી, તેલ, મીઠા પદાર્થ-સાકર, ગોળ) માંથી ઓછામાં ઓછો એકનો ત્યાગ કરવો. એકનો પણ ત્યાગ ન થઈ શકે તો બધાની મર્યાદા કરી લેવી. ચા, રસગુલ્લા, માવાની ચિક્કીમાં બે વિગય ગણવા. ગુલાબજાંબુ માં ત્રણ વિનય ગણવા. દહીંમાંથી માખણ ન કાઢયું હોય તો તેને વિનયમાં(દહીં) ગણવું જેમ કેરાયતું, મઠો આદિ તેલની કોઈપણ ચીજ બનેલી હોય તો તેને તેલના વિનયમાં ગણવી, જેમ કે શાક, અથાણાં, તળેલી ચીજો. સાકર, ગોળ અને તેમાંથી બનેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org