SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૪: ચૌદ નિયમ ૧૪૦ ચૌદ નિયમ(રપ નિયમ)નું સરળ જ્ઞાનઃપ્રયોજન:- શ્રમણોપાસક દ્વારા ગ્રહણ કરાયેલા વ્રત તેમજ મર્યાદાઓને રોજ પોતાના દૈનિક જીવનનું ધ્યાન રાખીને સંકુચિત કરવા તે જ ચૌદ નિયમોનું મુખ્ય પ્રયોજન છે. આરંભ-સમારંભ તેમજ ઉપભોગ-પરિભોગની વસ્તુઓની જે મર્યાદાઓ આજીવન વ્રતોમાં કરી છે, તે બધાનું રોજના કાર્યમાં અથવા ઉપયોગમાં આવવું સંભવ નથી. તેથી તેને ઓછું કરવાનું શ્રાવકનું લક્ષ્ય હોવું જોઈએ. તેનાથી આત્મામાં સંતોષવૃત્તિ આવે છે તેમજ પાપાશ્રવ ઓછો થઈ જાય છે. જેનાથી આત્માના કર્મબંધનના અનેક દ્વાર બંધ થઈ જાય છે. અગર કલ્પનાથી એમ કહેવામાં આવે કે મેરુ પર્વત જેટલું વ્યર્થનું પાપ ટળી જાય છે અને માત્ર રાઈ જેટલું પાપ ખુલ્લું રહે છે, તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય. રોજ વ્રત પચ્ચકખાણની સ્મૃતિ રહેવાથી તેમજ આત્મામાં ત્યાગ પ્રત્યેની રુચિ વધતી રહેવાથી અશુભ કર્મોની અત્યંત નિર્જરા થાય છે. તેથી શ્રાવક ઉપયોગ પૂવર્ક, રુચિ તેમજ શુદ્ધ સમજણ પૂર્વક આ નિયમોને આગળ ૨૪ કલાકને માટે અથવા સૂર્યોદય સુધી ધારણ કરે. આ પ્રકારે ત્યાગના લક્ષ્યમાં વૃદ્ધિ કરતા રહેવાથી વ્રતોની આરાધના તેમજ અંતિમ સમયમાં પંડિત મરણ પ્રાપ્ત થવું બહુ સરળ થઈ જાય છે અને તે સાધક આરાધક થઈને શીધ્ર મોક્ષ પ્રાપ્ત કરે છે. વિવેક જ્ઞાન - સવારમાં(સામાયિકમાં અથવા એમજ નમસ્કાર મંત્ર, ત્રણ મનોરથ આદિનું ચિંતન પૂર્વક ધ્યાન કરીને આ નિયમોને ગ્રહણ કરી લેવા જોઈએ.નિયમોને ધારણ કરતી વેળાએ આ વિવેક રાખવો આવશ્યક છે કે “અમુક અમુક પાંચ સચિત્ત ખાઈશ.” એવું ન બોલતા આ રીતે કહેવું જોઈએ કે પાંચ સચિત ઉપરાંત ત્યાગ અથવા “આ પાંચ સચિત સિવાય ખાવાનો ત્યાગ'. આ રીતે બધા નિયમોમાં વાક્ય પ્રયોગનું ધ્યાન રાખવું જોઈએ. ધારણ કરેલા વ્રતોમાં ભૂલથી અથવા અસાવધાનીથી દોષ લાગી જાય તો તેનું મિચ્છામિ દુક્કડં લેવું જોઈએ. અથવા જાણી જોઈને દોષ લગાવ્યો હોય તો ગુરુ તેમજ ત્યાગી મહાત્માઓની પાસે આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. શ્રેષ્ઠતા એજ છે કે લીધેલા વ્રતોનું દઢતાપૂર્વક તેમજ દોષ રહિત પાલન થવું જોઈએ. सचित दव्व विग्गइ, पण्णी तांबुल वत्थ कुसुमेसु । वाहण सयण विलेवण, बंभदिसि न्हाण भत्तेसु ॥ (૧)સચિત્ત – સચિત્ત વસ્તુઓ જે પણ ખાવા પીવામાં આવે, તે જાતિની મર્યાદા કરવી. જેમ કે લીલા શાકભાજી, ફળ, ફૂલ, વરિયાળી, એલચી, મેવો, મીઠું, જીરું, રાઈ, મેથી, અજમો, કાચું પાણી ઇત્યાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy