________________
છે. ૧૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત
કે બે માસા સુવર્ણની પ્રાપ્તિની ઇચ્છાવાળા કપિલની લાલસા રાજ્ય મેળવવા સુધી પહોંચી ગઈ હતી. તેથી ઇચ્છાઓનું નિયંત્રણ કરવું જોઈએ. (૯) ઉંદરને હંમેશાં બિલાડીનો ભય રહે છે, તેવી રીતે પ્રસ્થ સાધકને હંમેશાં સ્ત્રીનો ભય રહે છે, તેથી ભિક્ષુઓએ સ્ત્રીસંપર્ક અને તેનો અતિ પરિચય વર્જવો જોઈએ.
નવમું અધ્યયન : નમિ રાજર્ષિ
મહાસતી મદનરેખાના પુત્ર નમિકુમાર જ્યારે સંયમ અંગીકાર કરવા ઉત્સુક બન્યા ત્યારે તેના વૈરાગ્યની પરીક્ષા બ્રાહ્મણ રૂપધારી સ્વયં શકેન્દ્રએ કરી હતી. નમિ રાજર્ષિએ ઈન્દ્રને યથાર્થ ઉત્તર આપી સંતુષ્ટ કર્યા. (૧) સુવિસ્તૃત વૃક્ષ પડી જવાથી પક્ષીઓ આક્રંદ કરે છે, તેવી રીતે નગરીના લોકો પોતાના સ્વાર્થને રડે છે. (ર) જ્યાં મારું કંઈ જ નથી, તે નગરી કે ભવનોના બળવાથી મને કંઈ નુકશાન થતું નથી. પુત્ર, પત્ની અને પૈસાના ત્યાગીને માટે કશું જ પ્રિય હોતું નથી તેમજ અપ્રિય પણ હોતું નથી. સંપૂર્ણ બંધનમુક્ત તપસ્વી ભિક્ષુને વિપુલ સુખ મળે છે. (૩) શ્રદ્ધા, તપ, સંયમ, સમિતિ, ક્ષમાદિ ધર્મ, ગુપ્તિ, વૈર્ય આદિ આત્મ સુરક્ષાના સાચા સાધનો છે. (૪) સંસાર ભ્રમણના માર્ગમાં કયાંય પણ પોતાનું ઘર બનાવવાની આવશ્યકતા નથી. શાશ્વત મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંજ શાશ્વત નિવાસસ્થાન બનાવવું શ્રેયસ્કર છે. (૫) રાજનીતિ દૂષિત છે. તેમાં ન્યાયમાર્ગને જાણવા છતાં પણ અન્યાય થવાની સંભાવના રહે છે. જ્યાં સાચા દંડાઈ જાય અને જુઠા આબાદ રહી જાય. () અન્ય રાજાઓનું દમન કરી તેને નમાવવામાં કોઈ લાભ નથી. લાખો સુભટોને જીતવા કરતાં સ્વયંનું આત્મદમન શ્રેષ્ઠ છે. તેથી અનાદિના દુર્ગુણોની સાથે સંગ્રામ કરવો જોઈએ. બાહ્ય યુદ્ધથી કોઈ લાભ નથી, આત્મવિજયથી જ સુખ થાય છે. (૭) પ્રતિમાસ દસ લાખ ગાયોનું દાન કરવા કરતાં એક દિવસની સંયમ સાધના શ્રેષ્ઠતમ છે. (૮) કેવલ ઘોર જીવન અને કઠિનાઈઓ યુક્ત જીવનથી મોક્ષ પ્રાપ્ત થતો નથી પરંતુ સમ્યગૂ જ્ઞાન અને વિવેકયુક્ત સંયમનું આચરણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. મા ખમણને પારણે કુશાગ્ર જેટલો આહાર કરે તો પણ તે અજ્ઞાની, શુદ્ધ સંયમીની તુલનામાં અમાવાસ્યા સમાન પણ નથી. (૯) ઇચ્છાઓ આકાશની જેમ અનંત છે. સોના-ચાંદીના પહાડ થઈ જાય તો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org