________________
ઉપદેશ શાસ્ત્ર ઃ ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ
મૃત્યુ પામતા માનવીના શબના અગ્નિ સંસ્કાર કર્યા બાદ લોકો તેના ધનસંપત્તિના સ્વામી બની જાય છે.
ઉક્ત માર્મિક, હૃદયસ્પર્શી ઉપદેશ સાંભળ્યા છતાં બ્રહ્મદત્ત રાજા આંશિક પણ ધર્મનું આચરણ કરી શકયા નહીં અને સંપૂર્ણ વિરક્ત ચિત્તમુનિએ પણ તેના ભોગના આમંત્રણનો સ્વીકાર કર્યો નહીં.
૨૧
ચિત્તમુનિએ સંયમ-તપનું આરાધન કરી મુક્તિ પ્રાપ્ત કરી અને બ્રહ્મદત્ત ચક્રવર્તી ભોગોમાં આસક્ત બની નરકમાં ગયા.
ચૌદમું અધ્યયન : ભૃગુ પુરોહિત
પ્રાસંગિક :– છ જીવ સંયમ પાલન કરી દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી ક્રમશઃ રાજા, રાણી, પુરોહિત, પુરોહિત પત્ની બન્યા. બાકીના બે દેવ કાલાંતરે પુરોહિતના પુત્ર રૂપે અવતર્યા. આ અધ્યયનમાં સંયમ સ્વીકાર કરવાની ભાવનાવાળા પુત્રોનો માતા-પિતા સાથેનો તાત્ત્વિક સંવાદ છે. ત્યાર પછી વૈરાગ્ય વાસિત પુરોહિતનો પત્ની સાથે સંવાદ છે અને અંતમાં રાણી રાજાને ઉદ્બોધિત કર્યા. ક્રમશઃ છયે આત્મા વૈરાગ્યવાસિત બની સંયમ સ્વીકાર કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. આ રીતે તે જ ભવે મુક્તિ ગામી બન્યા.
(૧) સંયમ લેતાં પૂર્વે માતા-પિતાની અનુમતિ મેળવવી આવશ્યક છે. તે જ પ્રકારે પતિ-પત્નીએ પણ પરસ્પર સ્વીકૃતિ લેવી આવશ્યક છે.
(૨) વેદોનું અધ્યયન ત્રાણભૂત થતું નથી. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી નરકગમનમાંથી મુક્તિ મળી શકતી નથી અને કુપાત્ર સંતાન સદ્ગતિ આપી શકતા નથી. (૩) કામ ભોગો ક્ષણ માત્રનું સુખ અને બહુકાળનું દુઃખ આપનારા છે. તે દુઃખરૂપ અનર્થોની ખાણ છે. મુક્તિમાં જતાં જીવોને અવરોધરૂપ છે.
(૪) કામભોગોમાં અતૃપ્ત માનવ રાત-દિન ધન પ્રાપ્તિની શોધમાં વ્યસ્ત રહે છે; અંતે કાળના પંજામાં ફસાઈ જાય છે. તેથી ક્ષણમાત્રનો પણ પ્રમાદ ન કરવો જોઈએ. (૫) આ લોક કે પરલોકના ઐહિક સુખો મેળવવાના લક્ષે ધર્મ કરવો નહી પરંતુ સંપૂર્ણ કર્મક્ષય કરવા અને ભવ પરંપરાનું છેદન કરવા માટે ધર્મ કરવામાં આવે છે. આત્માની પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ કરવાના હેતુએ તપ-સંયમનો સ્વીકાર કરવામાં આવે છે.
(૬) અરણીના લાકડામાં અગ્નિ, તલમાં તેલ અને દૂધમાં ઘી ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે પરંતુ આત્માનું આ સ્વરૂપ નથી, તે તો અરૂપી હોવાથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી અને અમૂર્ત હોવાથી નિત્ય શાશ્વત છે. આત્મ પરિણામોથી જ નવા કર્મબંધ થાય છે અને કર્મબંધ જ સંસારનો હેતુ છે. તેથી કર્મક્ષય કરવા સંયમ–તપનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org