________________
૧૯
ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧૧ઃ શિથિલાચાર-શુદ્ધાચાર જ
ના અપાલનને શુદ્ધાચાર કે શિથિલાચારની ભેદરેખામાં નથી જોડી શકાતા તેમજ આગમની સમાન જોર ન દઈ શકાય.
જો તેનું પાલન કરે તો તે તેનું પરંપરા પાલન, સાવધાન દશા અને વિશેષ ત્યાગ-નિયમરૂપ કહી શકાય છે, તેમાં કોઈ નિષેધ નથી પરંતુ એ નિયમોનું પાલન કરનાર શુદ્ધાચારી છે અને પાલન નહિ કરનાર શિથિલાચારી છે, એમ સમજવું કે કહેવું બુદ્ધિમાની કે વિવેક યુક્ત નથી.
કેટલાક સાધક એ વધારાના નિયમોનું પાલન તો કરે છે અને મૌલિક આગમોક્ત નિયમોની ઉપેક્ષા કે ઉપહાસ પણ કરી લે છે વિપરીત પ્રરૂપણા પણ કરી દે તે શુદ્ધાચારી કહી શકાતા નથી.
જે સાધક મૌલિક આગમોક્ત સ્પષ્ટ નિર્દેશોનું યથાવતુ પાલન કરે અને એ વધારાના નિયમોમાંથી જે જે નિયમ સ્વગચ્છમાં નિર્દિષ્ટ હોય તેનું પાલન કરે અને અન્યનું પાલન ન કરે તો તેને શિથિલાચારી સમજી શકાય નહિ.
જે સાધક આગમોક્ત સ્પષ્ટ નિર્દેશો અને પરંપરાઓ બન્નેનું યથાવતું પાલન કરે છે તેને તો શુદ્ધાચારી કે વિશિષ્ટાચારી કહેવામાં કોઈ હરકત ને સ્થાન જ નથી પરંતુ જો ૫–૧૦ કે એક પણ આગમોક્ત નિર્દેશનું પરંપરાના આગ્રહથી તે શ્રમણો દ્વારા અપાલન થતું હોય તો તેઓ પણ શુદ્ધાચારીની કક્ષાથી ઉતરતા જ કહેવાય ભલે ને તે કેટલીય વિશિષ્ટ સમાચારીઓનું પાલન કરતા હોય.
- શુદ્ધાચાર કે શિથિલાચારનું સ્વરૂપ સમજ્યા વિના મનમાન્યા નિર્ણય કરવા કે કહેવાથી કાં તો નિરર્થક રાગદ્વેષ વધારવાનું થાય છે અથવા શિથિલાચારનું પોષણ થાય છે અને નિશીથ ઉ. ૧૬ અનુસાર પ્રાયશ્ચિત આવે છે(શિથિલાચારીને શુદ્ધાચારી અને શુદ્ધાચારીને શિથિલાચારી કહે તો પ્રાયશ્ચિત્ત).
આ વિવેચનથી સાચો અર્થ સમજીને શિથિલાચારનો અસત્ય આક્ષેપ લગાડવાથી બચી શકાય છે અને પક્ષાંધતાથી શુદ્ધાચારી માનવાથી પણ બચી શકાય છે તથા પોતાના આત્માનો સાચો નિર્ણય પણ લઈ શકાય છે. સાથે જ શુદ્ધ સમજપૂર્વક શક્તિ અનુસાર શુદ્ધ આરાધના કરી શકાય છે. પુનશ્ચ સારભૂત ચાર વાક્ય :(૧) પ્રવૃત્તિરૂપે આગમ વિપરીત આચરણ શિથિલાચાર છે. (ર) પરિસ્થિતિ કે અપવાદ માર્ગરૂપે આગમ વિપરીત આચરણ શિથિલાચાર નથી. (૩) પૂર્વધરો સિવાય તે પછીના જમાનાના અન્ય આચાર્ય વગેરે દ્વારા બનાવાયેલ, આગમથી વધારાના નિયમોથી વિપરીત આચરણ કરવું શિથિલાચાર નથી. (૪) જે ગચ્છમાં કે સંઘમાં રહેવું હોય તે ગચ્છ કે સંઘના નાયકની સંયમ પોષક આજ્ઞા અને તે ગચ્છની કોઈપણ સમાચારીનું પાલન ન કરવું તે શિથિલાચાર જ નહિ સ્વચ્છેદાચાર પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org