SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ - ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૩: બાર વ્રત ૧૧ પર દશમા વ્રતનું પ્રયોજન : પૂર્વ વ્રતોમાં જે જે મર્યાદાઓ જીવનભરને માટે કરાયેલી છે, તેને દૈનિક મર્યાદામાં સીમિત કરવી તે આ વ્રતનો ઉદ્દેશ છે. જીવનભરના લક્ષ્યથી સીમાઓ વધારે વધારે રાખવામાં આવે છે પરંતુ દરરોજ એટલી જરૂર હોતી નથી. તેથી વિશાલ ક્રિયાને સીમિત કરવાને માટે શ્રાવકે દૈનિક નિયમ પણ ધારણ કરવા અત્યંત જરૂરી હોય છે, ત્યારે જ તેના પાપ કર્મનો આશ્રવ રોકવાનો ઉદ્દેશ પૂર્ણ રીતે સફળ થઈ શકે છે. તેથી ૧૪ નિયમ(ર૩ નિયમ) ધારણ કરવા રૂપ આ દેશાવગાસિક વ્રત છે. તેમાં ૨૪ કલાકને માટે અનેક નિયમ ધારણ કરી શકાય છે. આ વ્રતને ધારણ કરવું અત્યંત સરળ અને લાભકારક છે તેથી બધા શ્રાવકોએ આ વ્રત ધારણ કરવું જોઈએ. અગિયારમા વ્રતનું પ્રયોજન :– દિવસભર મહેનત કરવાવાળાને જેમ રાત્રે વિશ્રામની જરૂર હોય છે તેજ રીતે શ્રાવક ગૃહસ્થ જીવનમાં હંમેશાં આત્માના કર્મબંધરૂપ ભાર વહન કરવાનો જે ક્રમ ચાલ છે, આશ્રયોની જે પ્રવૃત્તિઓ ચાલ છે. તેમાંથી મહિનામાં ઓછામાં ઓછા છ દિવસ વિશ્રાન્તિ મળવી જરૂરી છે. તેથી આગમોમાં વર્ણિત કેટલાય શ્રાવક મહિનામાં છ છ પૌષધ કરતા હતા. સરકાર પણ શ્રમિકોને માટે રવિવાર આદિની રજા આ વિશ્રાંતિના ઉદ્દેશથી રાખે છે. તેથી શ્રાવકોએ મહિનામાં તેમજ વર્ષમાં કોઈ દિવસ એવો કાઢવો જોઈએ કે જેમાં તે આખો દિવસ ધર્મ આરાધના કરી શકે. તેને માટે આ શ્રાવકનું અગિયારમું વ્રત છે– તેને ધારણ કરવાથી જ પૂર્ણ આત્મસાધના થઈ શકે છે. અલ્પ શકિતવાળા સાધક આ વ્રતમાં આહાર કરીને પણ પાપત્યાગરૂપ પૌષધ સ્વીકારી આત્મસાધના કરી શકે છે. બારમા વ્રતનું પ્રયોજન : ગૃહસ્થ જીવનની સાધના, એ અધૂરી સાધના છે. પરિસ્થિતિ તેમજ લાચારીની સાધના છે. વાસ્તવમાં પૂર્ણરૂપે સાધના તો સંયમ જીવનથી જ સંભવિત છે. શ્રાવકની હંમેશાં મનોકામના-મનોરથ હોય છે કે હું ક્યારે સાધુ બનું અને સંયમજીવનનો સ્વીકાર કરું જ્યાં સુધી તે પોતાના મનોરથને પૂર્ણ કરી શકતો નથી ત્યાં સુધી શ્રમણ ધર્મની અનુમોદનારૂપે શ્રમણ નિગ્રંથોની સેવા ભક્તિ કરે. તેમાં પોતાની ભોજન સામગ્રી તેમજ અન્ય સામગ્રીથી તેઓનો સત્કાર, સન્માન કરીને તેના સંયમમાં સક્યોગી બનીને, તેમની સાધનાને શ્રેષ્ઠ માનતો થકો અનુમોદન કરે છે, તેનાથી તે મહાન કર્મોની નિર્જરા કરે છે. તેથી ગૃહસ્થ જીવનમાં રહેવાવાળાઓને માટે સહજ લાભના અવસર રૂપ આ બારમું વ્રત કહ્યું છે. તેના પાલનથી જિનશાસનની ભક્તિ થાય તેમજ ગુરુ સેવાનો આનંદ પણ પ્રાપ્ત થાય છે. આ વ્રતમાં ભિક્ષાના દોષ ન લગાડતાં શુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy