________________
ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧ : એકલવિહાર
પરિશિષ્ટ વિભાગ
પરિશિષ્ટ-૧
| એકલ વિહારઃ પ્રમાણ ચર્ચા
एगत्तमेयं अभिपत्थएज्जा ।
एवं पमोक्खो, न मुर्सति पास ॥ અર્થ – સમૂહમાં આધાકર્મ આદિ દોષોની શુદ્ધિ ન થઈ શકે તો મુનિએ એકલા રહેવાનું પણ સ્વીકારી લેવું જોઈએ. એવું કરવાથી પણ મોક્ષ મળી શકે છે, તે મિથ્યા ન સમજવું! સૂત્રકૃતાંગ સૂત્ર, અ—૧૦, ગા–૧ર.
સાધુ ને એકલા વિચરવાનો એકાંતે નિષેધ કોઈ પણ શાસ્ત્રમાં નથી. એકલા વિચરવાની પ્રેરણાવાળા અનેક વર્ણન આગમમાં છે. આગમ, ભાષ્ય, ટીકા વગેરે અનેક પ્રમાણોનું સંકલન કરીને અહીં ત્રણ વિભાગોમાં એકલવિહારના ૧૦+૧૫ +૭ = ૩૨. આગમ પ્રમાણો ક્રમશઃ આપ્યા છે. તેને ધ્યાનથી વાંચવા. એકલ વિહાર:
જૈન આગમોમાં તેમજ ગ્રંથોમાં અનેક સ્થળોએ જુદા-જુદા રૂપથી એકલા વિહાર સંબંધી વર્ણન ઉપલબ્ધ છે.
આ આગમ વર્ણિત એકલ વિહાર મુખ્યત્વે બે વિભાગમાં વિભાજિત કરી શકાયછે–૧. એકલવિહાર પડિમાર. એકલવિહાર ચર્યા અથવા ૧. અપરિસ્થિતિક એકલ વિહાર(વિશેષ તપરૂપે સ્વીકારેલ) અને ૨. સપરિસ્થિતિક એકલ વિહાર (શારીરિક કે માનસિક અથવા સામાચારિક પરિસ્થિતિને વશ થઈને સ્વીકારેલ)
| પ્રથમ વિભાગના પ્રમાણો
આત્યંતર કે બાહ્ય કોઈ પણ પરિસ્થિતિમાં ન સપડાયા હોવા છતાં વિશેષ કર્મ નિર્જરા માટે આગમ વર્ણિત વિશિષ્ટ તપ સાધના-સમાચારી પાલન કરવા માટે ગુરુકે ગચ્છાધિપતિની આજ્ઞા લઈ સન્માનપૂર્વક ગચ્છથી અલગ થઈ વિચરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org