________________
આ ઉપદેશ શાસ્ત્ર ઉત્તરાધ્યયન સુત્ર સારાંશ
ઉપદેશ શાસ્ત્ર : ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ
૧૬ ૯
કરવો જોઈએ. આવો વિનયશીલ શિષ્ય શાસ્ત્રજ્ઞાનને તેમજ અનેક સગુણોને અને યશને પ્રાપ્ત કરે છે. (૭) સાવધકારી, નિશ્ચયકારી આદિ ભાષાનો પ્રયોગ ન કરવો. એકલા ભિક્ષુએ એકલી સ્ત્રીની સાથે વાર્તાલાપ ન કરવો. (૮) યથાયોગ્ય સમયે કાર્યો કરવા. ભિક્ષાચરીની વિધિઓનું યથાવત્ પાલન કરવું. (૯) આચાર્યાદિ ક્યારેક અપ્રસન્ન હોય તો વિવેકપૂર્વક તેના ચિત્તની આરાધના કરવી, એટલે કે તેમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો. (૧૦) વિનીત શિષ્ય સર્વત્ર પૂજનીય બને છે. તે ગુરુના હૃદયમાં સ્થાન પામી જાય છે. તે તપ અને સંયમની સમાધિથી સંપન્ન બની જાય છે. પાંચ મહાવ્રતોનું પાલન કરતો થકો તે મહાન તેજસ્વી બની જાય છે. (૧૧) દેવોનો પણ પૂજનીય બની તે વિનીત શિષ્ય સંયમની આરાધના કરતાં કરતાં અંતમાં સદ્ગતિને કે સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે.
બીજું અધ્યયનઃ પરીષહ જય તપ-સંયમનું યથાવત્ પાલન કરતાં થકાં પ્રતિકૂળ પ્રસંગે ઉપસ્થિત થાય છે, તેને પરીષહ કહેવામાં આવે છે. આ પરિસ્થિતિને ધૈર્ય અને ઉત્સાહથી પાર કરવી અને સંયમ-તપની મર્યાદાથી વિચલિત ન થવું, તેને પરીષહ જીતવો કહેવાય છે. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે – માંડવ્યવન નિર્વાર્થ પરિષોઢવ્ય: પરીષહીં: અર્થાત્ પ્રતિકૂળ પ્રસંગોમાં માર્ગથી વ્યુત ન થાય પણ એકાંત નિર્જરાના અર્થે સમભાવે સહન કરે છે, તેને પરીષહ કહેવાય છે.
આ અધ્યયનમાં ભિક્ષુના બાવીસ પરીષહો બતાવી, તેના પર વિજય પ્રાપ્ત કરવાની શિક્ષા આપવામાં આવી છે. (૧) સુધા પરીષહ– ભિક્ષુ ભૂખથી ક્લત થઈને પણ ક્યારેય એષણા સમિતિનો ભંગ ન કરે તેમજ સચેત વનસ્પતિનું છેદન-ભેદન કરે નહિ અને કરાવે નહિ, ધર્યથી સુધાને સહન કરે. (૨) તૃષા પરીષહ– તૃષાથી પીડિત થવા છતાં પણ સચેત પાણીનું સેવન ન કરે. તરસથી મુખ સુકાઈ જાય છતાંય અદીન ભાવે સહન કરે. દેહ અને આત્મસ્વરૂપની ભિન્નતાનો વિચાર કરે. (૩-૪) શીત-ઉષ્ણ પરીષહ– મુનિ અલ્પ વસ્ત્ર અથવા અચેલ સાધનાના સમયે ઠંડી કે ગરમીની અધિકતા હોવા છતાં દીન ન બને. અગ્નિ કે પંખાની ઈચ્છા ન કરે. સ્નાનની ઇચ્છા મનથી પણ ન કરે. (૫) દંશમશક પરીષહ- મુનિ ડાંસ-મચ્છર આદિક્ષુદ્ર જીવોના ત્રાસથી ગભરાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org