________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત K
વ્યાખ્યા સાહિત્ય અને સંસ્કરણ :– મહાન નિર્યુક્તિકાર આચાર્ય શ્રી દ્વિતીય ભદ્રબાહુ સ્વામીએ આ સૂત્ર પર નિર્યુક્તિ વ્યાખ્યા કરી છે, ત્યારપછી જિનદાસગણી મહત્તરે ચૂર્ણિ વ્યાખ્યા અને વાદિવૈતાલ શાંતિ સૂરીજીએ ટીકા નામક વ્યાખ્યા કરી છે. કાલક્રમે અનેક આચાર્યોએ ટીકાઓનું નિર્માણ કર્યું. આજ સુધીમાં વિભિન્ન સ્થાનોથી સેંકડો સંસ્કરણ પ્રકાશિત થઈ ચુક્યા છે. સર્વ જૈન સમુદાયોમાં આ સૂત્રનું પ્રચલન છે. આ સૂત્રનું પરિમાણ ૨૧૦૦ શ્લોકનું માનવામાં આવેલ છે. નધિ – પ્રસ્તુતમાં દરેક અધ્યયનના શીર્ષક વિષયની મુખ્યતાએ આપ્યા છે.
પ્રથમ અધ્યયન વિનય શ્રુત
આ અધ્યયનનું નામ છે “વિનય શ્રુત”. વિનયને બાર પ્રકારના તપમાં આત્યંતર તપ કહેવામાં આવ્યું છે. ઉવવાઈ સૂત્રમાં તેના સાત પ્રકાર કહેવામાં આવ્યા છે– (૧) જ્ઞાન વિનય (ર) દર્શન વિનય (૩) ચારિત્ર વિનય (૪) મન વિનય (૫) વચન વિનય (3) કાયા વિનય (૭) લોકોપચાર વિનય.
દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનના ચોથા ઉદ્દેશામાં ચાર પ્રકારની સમાધિ કહેવામાં આવી છે– (૧) વિનય સમાધિ (ર) શ્રુત સમાધિ (૩) તપ સમાધિ (૪) આચાર સમાધિ.
પ્રસ્તુત અધ્યયનમાંવિનયના અનેક રૂપોને લક્ષમાં રાખીને અનેક વિષયોનું સંકલન કરવામાં આવ્યું છે. (૧) જે ગુરુના ઇશારાથી અને હાવભાવથી સમજીને તેમના નિર્દેશોનું યથાર્થ પાલન કરે છે, તેમની શુશ્રુષા કરે છે, તે વિનીત શિષ્ય છે. તેનાથી વિપરીત આચરણ કરનાર અવિનીત શિષ્ય કહેવાય છે. (૨) સડેલા કાનવાળી કુતરીની સમાન અવિનીત શિષ્ય ક્યાંય પણ આદર પામતો નથી. (૩) ગામનો સૂઅર (ભૂંડ) ઉત્તમ ભોજનને છોડીને અશુચિ તરફ દોડે છે, તે જ પ્રકારે અવિનીત આત્મા સદ્ગણોને છોડી દુર્ગુણોમાં રમણ કરે છે. (૪) ગુરુ આચાર્યાદિ દ્વારા અનુશાસન પામતાં ભિક્ષુ ક્યારેય કોધ ન કરે અને જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્યારેય છુપાવે નહિ. (૫) આ ભવમાં તથા પરભવમાં બીજાઓ દ્વારા આત્માનું કાયમ દમન થઈ રહ્યું છે, તેની અપેક્ષાએ જ્ઞાની પુરુષોએ જાતે જ આત્મદમન કરવું શ્રેયસ્કર છે. સંયમ અને તપ દ્વારા આત્મદમન કરવું અર્થાત્ સંપૂર્ણ ઇચ્છાઓ તેમજ સંકલ્પ-વિકલ્પોથી રહિત બની જવું જોઈએ, એવું કરવાથી જ આ લોક અને પરલોકમાં આત્મા સુખી બને છે. () વચનથી, વ્યવહારથી, આસનથી અને આજ્ઞા પાલન દ્વારા ગુરુનો પૂર્ણવિનય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org