________________
玫
ઉપદેશ શાસ્ત્ર : ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ
વિચારીને કેટલાક જીવો હિંસા, જૂઠ, છળ-કપટ, ધૂર્તતા આદિ કરે છે, માંસનું સેવન કરે છે તેમજ ધન અને સ્ત્રીઓમાં ગૃદ્ધ બને છે.
૧૩
(૩) એવા લોકો અળસિયાની સમાન ‘મુખ અને શરીરથી’ માટી ગ્રહણ કરવાની જેમ રાગ અને દ્વેષ બંનેથી કર્મ બંધ કરે છે.
સુરા અને
(૪) ઉક્ત અજ્ઞાની પ્રાણી મૃત્યુથી ક્લાંત થવાના સમયે નરકગતિ આદિ દુ:ખોનું ભાન થતાં શોક કરે છે. જેવી રીતે અટવીમાં ગાડાની ધૂરા તૂટી જવાથી ગાડીવાન શોક કરે છે.
(૫) તેમ જ ધર્માચરણ રહિત અજ્ઞાની જીવ હારેલા જુગારીની સમાન મૃત્યુ સમયે આર્તધ્યાન કરે છે.
(૬) પંડિત મરણ પણ ગૃહસ્થજીવનની વિભિન્નતા અને શ્રમણવનની વિષમતાના કારણે બધા ભિક્ષુઓને કે બધા ગૃહસ્થોને પ્રાપ્ત થતું નથી.
(૭) કેટલાક ગૃહસ્થોની ધર્મસાધના સાધુઓથી પણ ઉચ્ચ હોય છે. પરંતુ સુસાધુઓના સંયમ તો સર્વગૃહસ્થોથી ઉત્કૃષ્ટ જ હોય છે.
(૮) ભિક્ષાજીવી કેટલાક શ્રમણોના આચરણ અને શ્રદ્ધા શુદ્ધ હોતા નથી. તેથી તેમના જટાધારણ, મુંડન, નગ્નત્વ, ચર્મ, વસ્ત્ર, વિભિન્ન વેષભૂષા અને અન્ય ઉપકરણ ધારણ કરવા આદિ તેમને દુર્ગાતથી બચાવી શકતા નથી. તેથી ભિક્ષુ હોય યા ગૃહસ્થ, જો તે સુવ્રતી અને સુશીલ હોય તો જ દિવ્યગતિને પ્રાપ્ત કરી શકે છે. (૯) જે પૌષધ, વ્રત, નિયમ અને સદાચારનું પાલન કરતાં થકાં ગૃહસ્થ અવસ્થામાં રહે છે અથવા ઇન્દ્રિયના વિષયોથી તેમજ સંપૂર્ણ પાપોથી નિવૃત થઈ ભિક્ષા જીવનથી ધર્મારાધના કરે છે એવા શ્રમણોપાસક અને શ્રમણ મૃત્યુ સમયે ત્રાસ પામતા નથી પરંતુ પંડિત મરણને વરે છે. તેમાંથી કોઈ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે તો કોઈ એક ભવ દેવનો કરી પુનઃ મનુષ્ય થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. (૧૦) આ અકામ-સકામ બંને મરણોના ફળની તુલના કરીને મુમુક્ષુઓએ દયાધર્મનો સ્વીકાર કરવો જોઈએ અને દેહ મમત્વનો ત્યાગ કરી અંતિમ સમયે ભક્તપ્રત્યાખ્યાન આદિ કોઈપણ પ્રકારના પંડિતમરણ (અનશન)નો સ્વીકાર કરવો જોઈએ.
Jain Education International
છઠ્ઠું અધ્યયન : જ્ઞાન-ક્રિયા
(૧) અજ્ઞાની જીવો દુ:ખોની વૃદ્ધિ કરતા રહે છે, તેથી મુમુક્ષુઓએ જીવાદિ નવ તત્વોને જાણીને સત્યની ગવેષણા કરતા થકા બધા પ્રાણીઓ સાથે મૈત્રીનો વ્યવહાર કરવો જોઈએ અને પરિવારના સભ્યોથી પણ અસંરક્ષણનો ભાવ જાણીને સ્નેહહિત બને તથા ધન-સંપત્તિને ચંચળ સમજી તેનો ત્યાગ કરે.
For Private & Personal Use Only
www.jainelibrary.org