________________
યુગે યુગે પાટણની પ્રભુતા
(૧૫) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરઃ અમૂલ્ય ગ્રંથભંડાર
પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય પાટણનો ઇતિહાસ જાણવા માટે જૈન આચાર્યોએ લખેલાં પુસ્તકો ઘણા મહત્વના છે. કોઈક જગ્યાએ સંપ્રદાયનો પક્ષપાત કરીને લખાયેલા હોવા છતાં તેમની કૃતિઓ ખૂબ જ આધારભૂત અને માહિતી સભર છે.
પાટણના અનેક મહોલ્લામાં હસ્તલિખિત તાડના પત્તા, (તાડપત્રિઓ) કાપડ અને કાગળ ઉપરના હસ્તલિખિત ગ્રંથો પૂરતી રક્ષણની વ્યવસ્થાના અભાવે નાશ પામ્યા છે.
મુસ્લિમ શાસનકાળમાં મૂર્તિભંજક સુબાઓએ પાટણની હિન્દુ સંસ્કૃતિને ધણું નુકશાન પહોંચાડ્યું છે. આ કપરા કાળમાં પાટણના કુનેહબાજ જૈનોએ બચાવી શકાય તેટલા ગ્રંથો છુપાવી દીધા અને કેટલાક ગ્રંથો જેસલમેરના ભંડારોમાં મોકલી દીધા. ખંભાતનો ગ્રંથ ભંડાર પણ સુવિખ્યાત છે.
કલિકાસવર્ણ શ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાળ'ને ગ્રંથોમાં દાટી-સંતાડીને “સિદ્ધરાજ'થી બચાવ્યા હોવાની વાત પ્રચલિત છે. પાટણના ભંડારોની માફક જ જેસલમેરના ધણાં ભંડારો વિખ્યાત છે. અગાઉ જાળવણીના વૈજ્ઞાનિક સાધનો ન હોવાથી ઉધઈ લાગવાથી તેમજ ગ્રંથોના ટુકડા થઈ જવાથી કોથળા (ગુણો) ભરીને ચોમાસાના જળ પ્રવાહમાં પધરાવી દેવામાં આવતા હતા.
જૈન સંપ્રદાયમાં હંમેશા જ્ઞાનને વધુ મહત્વ આપવામાં આવેલ છે. કારતક સુદ-૫ (પાંચમ) ને વૈષ્ણવો “લાભ પાંચમ' કહે છે, જ્યારે જૈનો “જ્ઞાન પંચમી' કહે છે. જૈન સાધુ મહારાજોએ ભારે પરિશ્રમ લઇ જ્ઞાન ઉપાસના કરેલ હોય છે. દીક્ષા અંગીકાર કર્યા પછી વિદ્યા ઉપાર્જનને જ વધુ મહત્વ આપવામાં આવે છે.
પાટણના સદ્ભાગ્યે એક વિદ્યાવ્યાસંગી જૈન મુનીવર્ય મળી ગયા. જેમનું નામ આચાર્ય પૂણ્યવિજયજી મહારાજ હતું. શ્રી પુણ્યવિજયજી મહારાજે ઘણા ગ્રંથોના ભંડાર વ્યવસ્થિત કર્યા છે, એજ રીતે પાટણના આ ગ્રંથ ભંડારને પણ સુવ્યવસ્થિત કર્યો છે.
આ ગ્રંથના લેખક મુકુન્દભાઈ બ્રહ્મક્ષત્રિય શ્રી પુણ્યવિજયજી મહારાજને વર્ષો પહેલાં બાબુના બંગલામાં મળેલા. તે વખતે એક મોટી સાઈઝનો કેમેરો બાબુના બંગલામાં લાવવામાં આવેલો અને કેટલાય ગ્રંથો તેમજ હસ્તલિખિત તાડપત્રીઓની ફોટો કોપી શ્રી પુણ્યવિજ્યજી મહારાજે લેવડાવેલી.
દેશ-વિદેશના વિદ્વાનો જેમને પાટણના ભંડારોમાં અમૂલ્ય સાહિત્ય છે, તેવી જાણ થાય છે. તેઓ પાટણમાં આવી ભંડારો જુએ છે. ગ્રંથોનો અભ્યાસ કરી સંશોધન કરે છે
મા સરસ્વતીના ઉપાસક કેળવણી પ્રેમી અને શિક્ષણના પ્રચારક શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ