________________
યુગે યુગે પાટણની પ્રભુતા
(1992) માં પ્રકાશિત થયા છે. ગુજરાત ઇતિહાસ પરિષદ તરફથી ઇ.સ. ૧૭૦૦ સુધીના શિલાલેખો, પ્રતિમાલેખો, અરબી-ફારસી લેખોની સૂચિઓ (કુલ મળી લગભગ ૬∞ જેટલા અભિલેખો) વિવિધ ભાગોમાં પ્રકાશિત થઇ છે.
૫૩૫
આ ઉપરાંત અભિલેખોમાં પ્રગટ થયેલી માહિતીના આધારે વિવિધ વિષયો ઉપર મહાનિબંધો તૈયાર થઇને પુસ્તકસ્વરૂપે પ્રકાશિત થયા છે.
આમ નવા શોધાયેલા અભિલેખોના સંશોધન, વાચન, સંપાદન અને પ્રકાશન દ્વારા ગુજરાત પ્રદેશે ભારતીય અભિલેખ વિદ્યાને ક્ષેત્રે ગણનાપાત્ર પ્રદાન કર્યું છે.
અભિલેખવિદ્યાને ક્ષેત્રે સંશોધનને અવકાશ :
ગુજરાતમાં અભિલેખવિદ્યાને ક્ષેત્રે ઘણું ખેડાણ થયું હોવા છતાં હજુ ઘણા અપ્રગટ શિલાલેખો, પાળિયા લેખો, પ્રતિમાલેખો, તક્તીલેખો સેંકડોની સંખ્યામાં તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશમાં સ્થળે સ્થળ જોવા મળે છે. એ બધા અપ્રગટ લેખો સ્થળતપાસ દ્વારા ઉકેલી, વાંચીને એનું સંપાદન અને પ્રકાશન કરવાની તાતી જરૂર છે. એ માટે જેટલી પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત અને જૂની ગુજરાતી ભાષાની જાણકારી જરૂરી છે એટલી જ પ્રાચીન લિપિની જાણકારી અને અભ્યાસની પણ જરૂર છે. લિપિના અભ્યાસ માટે એના સર્ટિફિકેટ કોર્સો, વર્કશોપો વગેરેનું આયોજન કરી લિપિવિદો તૈયાર કરવાની જરૂર છે. પ્રાચીન ભાષા અને લિપિના જ્ઞાન દ્વારા નવા અભિલેખોને પ્રકાશમાં લાવવામાં આવે તો તે સ્થળ, વિસ્તાર, પ્રદેશ અને દેશના ઇતિહાસને લગતી ઘણી અપ્રગટ માહિતી પ્રકાશમાં આવે અને ગુજરાતના ઇતિહાસને લગતી ખૂટતી કડીઓ મેળવી શકાય તથા અભિલેખો જેવા મહત્ત્વના સ્રોત દ્વારા નોંધપાત્ર અને વિરલ પ્રદાન થઇ શકે.
ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં અને જનજીવનમાં જૈન ધર્મનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે. આ જૈન ધર્મનાં દેરાસરોમાંના શિલાલેખો, તક્તીલેખો તેમજ પ્રતિમાલેખો હજારોની સંખ્યામાં મળે છે. આ દિશામાં અતિ અલ્પ કામ થયું છે. પાટણ, ખંભાત, તારંગા જેવા વિવિધ જૈન તીર્થોનાં દેરાસરોમાં પ્રતિષ્ઠિત પ્રતિમાઓ પરના લેખો વાંચી એના સંગ્રહો પ્રકાશિત થાય એ ઘણું જરૂરી છે.
ગુજરાત પ્રદેશના અરબી-ફારસી શિલાલેખો પણ મધ્યકાલના ઇતિહાસના મૂળ સ્રોત છે. મસ્જિદો અને મકબરાઓમાં કોતરેલા ઘણા ફારસી લેખો અપ્રગટ છે. મધ્યકાલીન અરબી-ફારસી લિપિ અને ભાષાના અભ્યાસ દ્વારા આ લેખો ઉકેલી પ્રકાશિત કરવા જોઇએ.
ગુજરાતમાં ખ્રિસ્તીઓના ચર્ચોમાંના તક્તીલેખો, તેમની કબરો પરના લેખો (epitaphs) વલંદાઓ, ફ્રેન્ચો, પોર્ટુગીઝોના કબરલેખો, યહૂદીઓના કબરલેખો વગેરેનો અભ્યાસ કરી એ લેખો પ્રગટ કરવા જોઇએ. એવી રીતે ગુજરાતની સંસ્કૃતિમાં સાકરની જેમ ભળી જનાર પારસીઓની અગિયારીઓ, તેમની ધર્મશાળાઓ અને દખમાઓના તક્તીલેખોનું સર્વેક્ષણ કરી તેનો અભ્યાસ થવો જોઇએ. એ જ રીતે શીખ ગુરુદ્વારાના લેખોનું સર્વેક્ષણ કરી અભ્યાસલેખો પ્રગટ થવા જોઇએ. જો કે આ