Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

View full book text
Previous | Next

Page 581
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૫૮ પ્રદાન કર્યું છે. હાલ પણ તેઓ સાહિત્ય પ્રવૃત્તિમાં કાર્યરત છે. એકંદર એમણે ચાર્લીસ એક જેટલા ગ્રંથો લખી પ્રસિધ્ધ કર્યાં છે. ૭૫ (પંચોતેર વર્ષના) લેખક હાલ રો.સિનીયર સિટીઝન કાઉન્સીલના પ્રમુખ પદે રહી સેવાઓ આપી રહ્યા છે. અનેકના જીવનમાં અજવાળાં પાથર્યાં છે. ગુજરાતના ગવર્નર માનનીય શ્રી કૈલાશપતિ મિશ્ર, મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી, મુર્ધન્ય સાહિત્યકાર માનનીય કે. કા. શાસ્ત્રીજી, ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ ડૉ. કુમારપાળ દેસાઇ, ગુજરાતના શિક્ષણમંત્રી માનનીય શ્રીમતી આનંદીબેન પટેલ જેવા અનેક મહાનુભાવોના હાથે લેખક સન્માનિત થયા છે. અગાઉ દ્વારિકાપીઠના શ્રી પૂજ્યપાદ શ્રીમદ્ શંકરાચાર્ય મહારાજના વરદ્ હસ્તે લેખકને “ધર્મરક્ષક”નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. તા. ૭-૧૦-૨૦૦૭ના રોજ પાટણની ધર્મસભાએ શ્રી મુકુન્દભાઇને “પાટણરત્ન”ના એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તા. ૨૮-૯-૨૦૦૮ના રોજ પાટણની વિવિધ સંસ્થાઓએ સાથે મળી શ્રી મુકુન્દભાઇની વિવિધ ક્ષેત્રે સેવાઓની નોંધ લઇ એમને ‘લાઇફ ટાઇમ એચીવમેન્ટ''નો એવોર્ડ અર્પણ કરી બહુમાન કર્યું હતું. આજે પણ લેખકનું લેખનકાર્ય એકધારુ અવિરત રીતે ચાલુ છે.

Loading...

Page Navigation
1 ... 579 580 581 582