________________ પાટણની સંસ્કૃતિપ્રીતિને વરેલા પ્રા. મુકુન્દભાઈબ્રહ્મક્ષત્રિય 'વીસમી સદીના ઉત્તરાઈ અને એકવીસમી સદીના પ્રથમ દરોડા દરમ્યાન પાટણમાં બહુશ્રુત નાર્ણાટક 'તથા લેખક તરીકે પ્રા. મુકુન્દભાઈ બ્રહ્મક્ષત્રિય અનેરી સિધ્ધપ્રાપ્તક્રી છે. શ્રી મુકુન્દભાઈ વ્યવસાયે વકીલ છે, પરંતુ - એમનો જીવ સાહિત્યનો છે. સને ૧૯૯રમાં સેવામાંથી 'નિવૃત્ત થયા પછી એમણે ધોધમાર લખવા માંડ્યું છે. 'ઈતિહાસ વિરોષતઃ પાટણનો ઈતિહાસ એ એમનો પ્રિય વિષય છે. તેઓ સાચે જ પાટણ પ્રેમી છે. પ્રા. મુકુન્દભાઈ બ્રહ્મક્ષત્રિય પાટણવિદો એમણે દરોડગ્રંથો લખ્યા છે. શ્રી મુકુન્દભાઈએ ‘યુગે યુગે પાટણની પ્રભુતા' નામે દળદાર સચિત્ર અમૂલ્ય ગ્રંથતૈયારર્યો છે. પાટણના સાંસ્કૃતિક વારસા જેવા વિવિધ વિષયોને આવરી લેતા એમના લેખો અભ્યાસી તથા લેખક તરીકે પ્રા. મુકુન્દભાઈની અનોખી છાપ પાડે છે. આ ગ્રંથના પાને પાને પાટણ ઘબકી રહ્યું છે. લેખકે આ ગ્રંથનું કેન્દ્રબિંદુ ‘પાટણની પ્રભુતા' રાખ્યું છે. વાચકવરને આ ગ્રંથમાં હરતુંરતું જુનું અને નવું પાટણ દેખાઈ રહ્યું છે. પ્રા. મુકુન્દભાઈએ પોતાના વ્હાલા વતન માટે અથDણ શ્રમ લઈ આ દળદાર, સચિત્ર, યાદગાર સંઘતૈયાર ર્યો છે, તે માટે હું એમને હાર્દિક અભિનંદન આપી તેમને અંતઃક્રણપૂર્વક ધન્યવાદ આપું છું અને ગ્રંથને આવકારું છું (આ ગ્રંથના ‘આવકાર'માંથી) ડૉ. હરીપ્રસાદ સં. શાસ્ત્રી એમ.એ., પીએચ.ડી. 'પૂર્વ પ્રમુખ : ગુજરાત ઇતિહાસ પરિષદ