Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

View full book text
Previous | Next

Page 580
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૫૭ લેખકનો પરિચય : - પ્રિ. ડૉ. સંજય એમ. વકીલ એમ.એ., એલએલ.બી, પીએચ.ડી. પ્રા. મુકુંદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય શ્રી મુકુન્દભાઈ બ્રહ્મક્ષત્રિયનો જન્મ તા. ૧૨/૧૧/૧૯૩૧ના રોજ ઉત્તર ગુજરાતના સુપ્રસિધ્ધ પ્રાચીન નગર પાટણમાં થયો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પાટણમાં લીધું. સને ૧૯૫૦માં શાળામાં પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે આવી શાળાનું નામ ઉજંજવળ કર્યું. ઉચ્ચશિક્ષણ અમદાવાદમાં ગુજરાત કોલેજ અને સર એલ.એ.શાહ લૉ કોલેજમાંથી એલએલ.બી.ની ડિગ્રી સને ૧૯૫૪માં મેળવી પાટણમાં ટેક્ષ એડવોકેટ તરીકે પ્રેકટિસ શરૂ કરી. વકીલાતની સાથે પાટણની સેવાભાવી સાર્વજનિક સંસ્થાઓમાં સેવા આપવાનું ચાલુ રાખ્યું. પાટણ નગરપાલિકામાં પણ તેઓ ચૂંટાયા. મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો. પાછળથી શેઠ એમ. એન. લૉ કોલેજ, પાટણમાં પ્રોફેસર તરીકે જોડાયા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં લૉ ફેકલ્ટીના પ્રથમ ડીન તરીકે નિમાયા. આ ઉપરાંત યુનિવર્સિટી સેનેટના સભ્ય તરીકે, કાયદા વિદ્યાશાખાના અધ્યક્ષપદે એમ વિવિધ પદે રહી યુનિવર્સિટીમાં માનદ્ સેવાઓ આપી. લૉ કોલેજ, પાલનપુરના પ્રિન્સીપાલ તરીકે પણ તેમણે સેવાઓ આપી. લેખક ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓ એમ સાત બાળકોના પિતા છે. બધા જ બાળકોને | ઉચ્ચ શિક્ષણ આપી જીવનમાં ખૂબ સારી રીતે ગોઠવ્યા. લેખક વ્યવસાયે વકીલ છે પણ તેમનો જીવ સાહિત્યનો છે. સને ૧૯૯૨માં સેવા નિવૃત્ત થયા પછી ધોધમાર લખવા માંડ્યું. પાટણમાંથી પ્રસિધ્ધ થતાં દૈનિકો, સાપ્તાહિકો અને માસિકોમાં વિવિધ વિષય ઉપર એમની કોલમો ચાલે છે. પોતાના અનુભવોના આધારે “જીવન સાફલ્ય' અને સફળતાનાં સોપાન' જેવા આત્મકથાનકો પણ લખ્યા. 'પાટણની ગૌરવગાથા', “ધન્યધરા પાટણની', “મારૂ ગામ પાટણ', 'પાટણનાં બે કીર્તિમંદિરો ઃ રાણકીવાવ અને સહસ્ત્રલિંગ સરોવર', ‘પદ્યમાં પાટણ', પંચાસરા પાર્શ્વનાથ દર્શન', 'કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : જીવન અને કવન” જેવા ઐતિહાસિક ગ્રંથો લખ્યા. “સંસાર” નામે નવલકથા, કાવ્યમંજરી” નામે કાવ્ય સંગ્રહ પ્રસિધ્ધ કર્યા. લેખક એક સંવેદનશીલ કવિ પાગ છે. એમણે (૧) મારાં એક હજાર હાઇકુ (૨) મારાં દસ હાઇકુ શતક (૩) હાઇકુ સહસ (૪) સહસ્ત્રદલ કમલ અને (૫) હાઇકુ રત્નાકર (૬) સહસ તારલા એમ કુલ છ હાઈકુ સંગ્રહોમાં એકદર છ હજાર હાઈકુ રચી ગુજરાતી પદ્ય સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. શિક્ષણ વિશે “શિક્ષણની કેડીએ', શિક્ષણની પ્રેરણા' જેવા ચિંતનાત્મક છ ગ્રંથો પણ લખ્યા છે. આ ઉપરાંત લઘુનિબંધો, સુભાષિત સંગ્રહ એમ સાહિત્યના દરેક ક્ષેત્રે એમણે નોંધપાત્ર

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582