Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

Previous | Next

Page 572
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૪૯ એશિયાટિક સોસાયટીમાં છે. ૧૫ મી સદીની 'કલ્પસૂત્ર'ની એક સુંદરતમ પ્રત અમદાવાદમાં મુનિ દયાવિજયજીના સંગ્રહમાં છે. “આ સુવર્ણાક્ષરી પ્રતમાં અપભ્રંશ શૈલીની ઉત્તમતા અને અલંકૃતપણાની પરાકાષ્ટા જણાય છે. આ શૈલીની બરાબરી કરે તેવી બીજી કોઇ પ્રત જાણમાં નથી. એના હાંસિયામાં રાગ રાગિણી, તાન, મૂર્તિના તથા વિવિધ નૃત્યો, ભાવભંગી વગેરેનાં અનેક ચિત્ર એના નામ સાથે અંકિત કરેલાં છે. એની સાથે સાથે ઇરાની ચિત્રોની પ્રતિકૃતિઓ પણ બનાવેલી છે.'૧૫ આ કાળથી જૈનેતર સચિત્ર કૃતિઓમાં વસંતવિલાસ, બાલગોપાલસ્તુતિ, દુર્ગાસહસતિ, રતિરહસ્ય, માધવાનલ કામકંદલા વગેરે ઉલ્લેખનીય છે. ઈ.સ. ૧૪૧૧ નો કાપડ ઉપર ચિત્રિત ‘વસંતવિલાસ” ચિત્રપટ્ટ વિશેષ ઉલ્લેખનીય છે. જે અત્યારે અમેરિકાની ફિયર ગેલેરી ઓફ આર્ટ'માં સંગ્રહિત છે. આનર્તની ચિત્રશૈલીની લાક્ષણિકતાઓ ૧. આ લઘુચિત્રો જૈનધર્મની કૃતિઓના વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને દોરવામાં આવેલ હોવાથી સ્વભાવતઃ પરંપરાગત ધાર્મિક નિઝામાં દઢચિત રહેલ હોઇ શૃંગારિકા જોવા મળતા નથી. નારી ચિત્રણઃ શૃંગારિક દૃષ્ટિથી નારીચિત્રણ નો સદંતર અભાવ છે. ૨૪ તીર્થકરોની આજુબાજુનાં યક્ષ-યક્ષિણીઓનાં યુગલ ચિત્રો સૌમ્ય છે. આ ઉપરાંત નારીચિત્રોમાં તીર્થકરોની અધિષ્ઠાત્રી દેવીઓ, અંબિકા, પદ્માવતી, સરસ્વતી, ચક્રેશ્વરી અને ૧૬ વિદ્યાદેવીઓનાં ચિત્રો પ્રમુખ છે. ૩. મહાવીર સ્વામીની માતા ત્રિશલાનાં ૧૪ સ્વપ્નો, અષ્ટ મંગળ દશ્યો, ૨૪ તીર્થકરો, જૈન દર્શનના સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને બ્રહ્માંડ સૃષ્ટિ, પૌરાણિક પ્રતિકો વગેરેનાં ચિત્રોની બહુલતા જોવા મળે છે. વસ્ત્ર અને આભૂષણઃ પુરુષોના વસ્ત્રોમાં ધોતી, દુપટ્ટા અને કટિવસ્ત્ર, જ્યારે સ્ત્રીઓના વસ્ત્રોમાં ચોળી, રંગીને ધોતી અને કટિપટ દર્શાવેલ છે. આભૂષણોમાં મુકુટ અને માળા તથા સ્ત્રીઓના કાનમાં કુંડળ અને હાથ ઉપર બાજુબંધ જોવા મળે છે. તીર્થકરો સિવાયના ચિત્રો ઉપસી આવેલી આંખોવાળા ચિતરવામાં આવ્યાં છે. આંખોના આ પ્રકારના ચિત્રણ માટે સારાભાઈ નવાબ જૈન મૂર્તિકળાના પ્રભાવને કારણભૂત ગણાવે છે." આ ચિત્રો દોઢ આંખવાળા તરીકે પણ ઓળખાય છે. તાડપત્રીય હસ્તપ્રતો ઉપર સામાન્યતઃ પીળો રંગ વાપરવામાં આવ્યો છે. કવચિત સુવર્ણરંગ પણ ઉપયોગમાં લેવામાં આવ્યો છે. કાગળ ઉપરની હસ્તપ્રતો ઉપરના ચિત્રોમાં પૃષ્ઠભૂમિમાં લાલ રંગ અને અન્ય રંગોમાં સફેદ, વાદળી અને પીળા રંગનો ઉપયોગ જોવા મળે છે. કલ્પસૂત્ર જેવી કેટલીક મૂલ્યવાન હસ્તપ્રતો સ્વર્ગ અને રજત શાહીથી લખવામાં આવી છે. વેલબૂટાની સજાવટ આકર્ષક બની રહી છે. પરવતીકાળમાં વિકસેલ રાજપૂત અને મુઘલ ચિત્રોમાં વેલબૂટાનું ચિત્રણ ગુજરાતની આ શૈલીનાં ચિત્રોની સીધી અસરનું પરિણામ ગણાવે છે. આ ઉપરાંત

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582