Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

View full book text
Previous | Next

Page 577
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૫૪ પડ્યો અને આખરે એને પરણ્યો પણ ખરો. ખીજરખાન અને દેવળદેવીના પ્રણય કાવ્યનું નામ છે, વિલરાની ખીજરખાન” તેમાં ચાર હજાર બસોહ કડીઓ છે. એક માધવના આ દેશદ્રોહી અપકૃત્યથી ઇતિહાસ કલંકીત બન્યો છે. આજે લોકશાહી રાજ્ય પરંપરામાં ગુપ્ત ટેકનોલોજી અને દેશની ગુપ્ત માહિતીઓ વિદેશમાં પહોંચતી કરવાના કિસ્સાઓ વર્તમાનપત્રોમાં વાંચવા મળે છે. સુરા, સુંદરી અને ધનની લાલચમાં સમગ્ર દેશને વેચી નાખે એવા માધવો આજે પણ શું હયાત નથી ? T I શહs - કાહનડદે પ્રબંધ કવીશ્રી પદ્મનાભ અનુવાદક શ્રી ડાહ્યાભાઈ પી. દેરાશરી (બાર એટ લો) ગુર્જર ગાદીએ તે કાળ સારશંદે હતો મહીપાળા ભત્રીજો તેનો બળવંત કરણદેવ યુવરાજ ભણંત. (૧) તેણે માધવ બ્રહ્મ દૂભવ્યો, વિગ્રહ તેમાંથી ઉદ્ભવ્યો, રૂક્યો તેથી વડો પ્રધાન, કરી પ્રતિજ્ઞા નિમ્યું ધાન. (૨). “તરકાણું હું આણું અરૂં, તો જ ધાન અહિનું મુખ ધરૂ” માધવ મહેતે કર્યો અધર્મ, નવ છૂટે પૂરવનાં કર્મ (૩) શાલિગ્રામ જ્યાંહાં પૂજાય, જ્યાંહાં હરિનું નામ જપાય, જે ભૂમિમાં જાણ કરાય, જ્યાંહાં બ્રાહ્મણને દાન અપાય. (૪) જ્યાંહા પિંગળ તુલસી પૂજાય, વેદ પુરાણ ધરમ પૂજાય, જે દેશે સહુ તિરથ જાય, સ્મૃતિ પુરાણનો ગાય મનાય (૫) નવખંડે અપકીરતિ લહી, મ્લેચ્છ માધવે આણ્યા અહીં, ચાલ્યો માધવ દિલ્હી ભણી, ભેટ અપુરવ લીધી ધણી. (૬) ભs અલ્લાઉદ્દીન સુલ્તાન, બહુ દેશે વરતાવી આણ, ભેટ ઘણા હયની ત્યાં ઘરી, અર્જ અમીરી ઉમરાવે કરી. (૭) નિઘા કરો આલમના સ્વામિ! ભડ માધવ આ ભરે સલામ, પરદેશી છે વડો પ્રધાન, જાણી માન દીધું સુલ્તાન. (૮) SIક

Loading...

Page Navigation
1 ... 575 576 577 578 579 580 581 582