________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૫૫૩
ઉલુઘખાનના લશ્કરે ગુજરાતમાં કાળો કેર વર્તાવ્યો. મુસલમાન લશ્કર મારવાડમાંથી ઝાલોર, ત્યાંથી મેવાડ થઇ મોડાસા આવ્યું. સમગ્ર ગુજરાતમાં ગામોને લૂંટી આગ લગાડી, ઘણા હિન્દુઓને કેદ કર્યા. સ્ત્રીઓના કાન તોડી નાખ્યા. મુસલમાન લશ્કર પાલનપુર, મહેસાણા થઇ ડાંગરવાનો પ્રદેશ લૂંટી લશ્કર પાટણ આવ્યું.
દેશદ્રોહી માધવે પાટણમાં પ્રવેશવાનો માર્ગ બતાવ્યો. સમુદ્ર જેવું મોગલ લશ્કર, તીખી તમતમતી તલવારો સહિતના સૈનિકોએ પાટણમાં પાણીના પૂરની જેમ પ્રવેશ કર્યો. પાટણ ભાગ્યું. કદી ન દીઠેલો ત્રાસ લોકોએ જોયો, ચારે બાજુ લશ્કરે લૂંટ ચલાવી. પાટણના કુબેરભંડારો જેવા ભંડારો લૂંટાયા, મંદિરો તોડી મસ્જીદો બનાવી. પાટણ સહિત સમગ્ર ગુજરાતને લૂંટી-બાળી નાખ્યા, લોકો ચારે દિશાઓમાં નાઠા. ગઢમાં ભરાયેલો પાટણનો છેલ્લો રાજા કર્ણદેવ નાઠો. તેની રાણી પગપાળા નાઠી.
આ રીતે પાટણ સર કરી ગુજરાતના સુલતાનનની આણ વર્તાવી, મુસલમાન લશ્કરે પાટણમાં થાણું બનાવ્યું. ત્યાંથી આ લશ્કર આશાવળ, ધોળકા, ખંભાત, સુરત અને રાંદેર લૂંટી સોરઠમાં પ્રવેશ્યું. બોડી બામણીના ખેતર જેમ લશ્કર જયાં ગયું ત્યાં કોઇએ સામનો ન કર્યો. ભર્યો ભાદર્યો દેશ લૂંટાયો. મોઢેરાના મોઢ બ્રાહ્મણો સામી છાતીએ લડચા પણ હાર્યા અને ગામ છોડી નાઠા.
સોરઠમાં સોમનાથ પાટણ તરફ મુસલમાન લશ્કર આગળ વધ્યું. સોમનાથના શિવલિંગનું રક્ષણ કરવા જેઠવાઓ, ચુડાસમાઓ, વાંજાઓ, વાળાઓ અને શુરા રાજપૂતો સામા થયા. ખૂનખાર લડાઇ થઇ પણ મુસલમાન લશ્કર આગળ રાજપૂતો ફાવ્યા નહિ. સોમનાથ પડવું. દૂષ્ટ ઉલુઘખાનની આજ્ઞાથી સોમનાથ મહાદેવનું લિંગ ઉખાડી ગાડામાં નાંખીને દિલ્હી તેનો ચૂનો કરવાના ઇરાદાથી સાથે લઇ ગયો.
મુસલમાન લશ્કરની સાથે જ માધવ પણ સોમનાથ પાટણ ગયો હતો. ત્યાં સોમનાથનું રક્ષણ કરતા વીર રાજપૂતોના હાથે જ આ બધા અનર્થોનું મૂળ એવો માધવ પણ માર્યો ગયો. વિક્રમ સંવત ૧૩૫૬માં પાટણમાં મુસલમાન સત્તાની સ્થાપના થઇ.
કર્ણદેવ પાટણથી નાઠો અને દક્ષિણમાં દેવગઢના યાદવરાજા રામચંદ્ર પાસે જઇ તેના સામંત તરીકે ખાનદેશમાં નંદરબારના કીલ્લામાં જઇને રહ્યો. રાણીએ નાસવાનો પ્રયત્ન કરવા છતાં પકડાઈ ગઇ અને દિલ્હી મોકલવામાં આવી.
એમ કહેવાય છે કે, મુસલમાન લશ્કરે હજારો હિન્દુ લોકોને મારી નાખ્યા. ધન, સોનું, રૂપુ, ઝવેરાત, કાપડ વગેરે સંપત્તિ ગાડાં ભરી દિલ્હી ભેગું કરવામાં આવ્યું. એટલું જ નહિ પણ ઇતિહાસકાર નોંધે છે કે વીસ હજાર સુંદર સ્ત્રીઓને કેદ કરી પકડી દિલ્હી મોકલવામાં આવી હતી.
કર્ણદેવની પકડાયેલી રાણીનું નામ કૌલાદેવી હતું. એ સર્વ કલામાં નિપુણ હોવાથી અલાઉદ્દીન બાદશાહની માનીતી થઇ પડી હતી. કવિ અમીર ખુશરૂના કાવ્યમાં એવું જણાવ્યું છે કે, રાણી કૌલાદેવીની પુત્રી દેવળદેવી સ્વરૂપવાન હોઇ અલાઉદ્દીનનો મોટો પુત્ર ખીજરખાન એની સાથે પ્રેમમાં