Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

View full book text
Previous | Next

Page 575
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૫૨ પાઠણનો દેશદ્રોહી મહામાન્ય માધવ પ્રા. મુફદભાઇ પી. બ્રહ્મક્ષત્રિય ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કર્ણદેવ વાઘેલો થયો. વિક્રમ સંવત ૧૩૫૩માં સારંગદેવ વાધેલાનો ભત્રીજો કવિ એ છેલ્લો હિન્દુ રાજા હતો. તેણે માત્ર ત્રણ વર્ષ જ રાજ્ય કર્યું. તેના વખતમાં હિન્દુ મહારાજ્ય સદાને માટે અસ્ત થયું. ઇતિહાસમાં એને કરણઘેલો' કહે છે. વાધેલાનું ટુંકુરૂપ “ધેલો છે કે ગાંડાના અર્થમાં પેલો કહેવાય તે કહેવું મુશ્કેલ છે. આ કદિવને વેદશાસ્ત્ર પ્રમાણે ચાલતો રાજા કહ્યો હોવા છતાં તે એક ભીરૂ અને વહેમી રાજા હતો. હંમેશાં ઉધાડી તલવારે ફરતો કર્ણદવ જમવા બેસતો ત્યારે રસોઇયાઓ મરણના ભયથી બારણાં વાસીને તેને પીરસતા હતા. આ કર્ણદેવનો મહામાન્ય માધવ હતો. આ માધવે પ્રતિજ્ઞા કરી કે, “મુસલમાનોને ગુજરાતમાં લાવીશ ત્યારે જ ગુજરાતનું અન્ન ખાઇશ.” માધવે આવી પ્રતિજ્ઞા કેમ કરી? માધવે આવી પ્રતિજ્ઞા કર્યા પાછળ બે-ત્રણ કથાઓ કહેવાય છે. એક વાત એવી છે કે, કર્ણ સત્તાના મદમાં માધવનું ઘોર અપમાન કર્યું હતું. બીજી વાત એવી છે કે, કણે માધવના ભાઈ કેશવને મારી નાખી તેની સ્ત્રીનું હરણ કર્યું હતું. ભાટ લોકો કેશવની સ્ત્રીના બદલે માધવની સ્ત્રી હર્યાની વાત કહે છે. વળી નેણસીની ખાતમાં કણે માધવની પુત્રી હરી એમ લખે છે. આ પૈકી ગમે તે કારણ હોય, પણ આ માધવ પોતાના અંગત વેરથી પ્રેરાઈને જ આખા દેશને પારકો કરવા એ દિલ્હીના શહેનશાહ અલાઉદ્દીન ખીલજીના દરબારમાં પહોંચ્યો. ‘પેટનો બળ્યો ગામ બાળે' એ કહેવત અનુસાર માધવ દિલ્હી પહોંચી પોતાના ઉપર ગુજરેલી વાત મુસલમાન બાદશાહને કહી. માધવે સુલતાનને મોટી ભેટ ધરી અને ગુજરાત ઉપર ચઢાઇ કરવા ઉશ્કેર્યો. તેણે ગુજરાતમાં હિન્દુઓને મારી નાખી યા કેદ પકડી ગુજરાત સુલતાનને તાબે કરી આપવા કહ્યું, અને પોતાની સાથે જ લશ્કર મોકલવા માંગણી કરી. આ બાબતનો એક સ્પષ્ટ પુરાવો કહે છે કે, યવના માધવનાગરવિપ્રણાનીતાઃ | તીર્થકલ્પમાં પણ માધવમંત્રીની પ્રેરણાથી જ સંવત ૧૩૫૬માં અલાઉદ્દીન ખીલજીનો નાનો ભાઈ અને સરદાર ઉલુઘખાન દિલ્હીથી પાટણ આવ્યો એમ સ્પષ્ટ કહે છે. આ રીતે પાટણનો મહામાન્ય માધવ એક દેશદ્રોહી તરીકે ઇતિહાસમાં અને સમાજમાં આજે પણ ગુજરાતની પ્રજામાં કુપ્રસિદ્ધ છે. દેશદ્રોહી માધવ અલાઉદ્દીનના લશ્કરને ગુજરાતમાં લાવ્યો. એટલું જ નહિ પણ પોતે ભોમિયો હોવાથી પાટણ સર કરાવવામાં સુલતાનના લશ્કરને આગળ પડીને મદદ કરી રસ્તો દેખાડ્યો.

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582