________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૫૪૮
કે અટપટું નથી તો પણ વિધાનમાં સંપૂર્ણ છે. બીજી બાજુ અજંતાના ચિત્રોમાં અને પાછળની ‘રાજપૂત કળા’માં માનુસી રસ અને સૌંદર્ય પ્રતિષ્ઠિત કરેલાં છે.’’૧૨
ગુજરાતની આ ચિત્રકલાને ચિત્રકલાના માધ્યમ અને લક્ષણોના આધારે નીચેના પ્રમુખ બે વિભાગોમાં વિભાજિત કરી શકાય.
(૧) સોલંકી-વાઘેલા યુગીન તાડપત્રીય ચિત્રકલા (ઇ.સ. ૯૪૨-૧૩૦૪)
(૨) સલ્તનત યુગીન ચિત્રકલા (ઇ.સ. ૧૩૦૪-૧૫૭૩)
૧. સોલંકી -વાઘેલા યુગની તાડપત્રીય ચિત્રકલા
ગુજરાતમાં સોલંકી - વાધેલા શાસનના પ્રારંભથી સમાપ્તિ સુધી ફક્ત તાડપત્રો ઉપર ચિત્રો દોરવામાં આવેલ છે. આ સુક્ષ્મ રેખાઓ દ્વારા માનવીય ભાવો કુશળતાપૂર્વક અભિવ્યક્ત થયેલ જોવા મળે છે. આ યુગની ચિત્રકલાની આગવી વિશેષતા એ કે તેમાં કોઇપણ અન્ય શૈલીનો પ્રભાવ જોવા મળતો નથી.૧૩ બીજા શબ્દોમાં પોતાની આગવી મૌલિક શૈલી ધરાવે છે.
૨. સલ્તનત યુગીન ચિત્રકલા
ઇ.સ. ૧૩૦૪માં ગુજરાતમાં હિંદુ રાજપૂત શાસનનો અંત આવતાં મુસ્લિમ સામ્રાજ્યનો પાયો નંખાયો. ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના થતાં પાટણનો રાજધાનીના શહેર તરીકે અંત આવ્યો અને રાજધાની અમદાવાદ ખસેડાતાં સાંસ્કૃતિક વિકાસનું કેન્દ્ર અમદાવાદ બન્યું. ૧૫૭૨-૭૩માં અકબરે ગુજરાતને પોતાના વિશાળ રાજ્યમાં સમાવી લેતાં ગુજરાતની સ્વતંત્ર મુસ્લિમ સત્તાનો અંત આવ્યો. આ સમય દરમ્યાન તાડપત્ર ઉપરાંત કાગળ અને કાપડ ઉપર હસ્તપ્રતોનું લેખન અને ચિત્રણ થયું. આ ઉપરાંત તાડપત્રો સાચવવા માટે કાષ્ટપટ્ટિકાઓ વપરાતી તેનો પણ ચિત્રો દોરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. કાષ્ઠપટ્ટિકાઓ ઉપર દોરવામાં આવેલ ચિત્રો પૈકીના કેટલાક નમૂનાઓ મુનિ પુણ્યવિજયજીના સંગ્રહમાં સંગ્રહાયેલ જોવા મળે છે. આ સમય દરમ્યાન ઉત્તમોત્મ્ય ચિત્રીનું સર્જન થયું. કાગળ સુલભ થતાં તાડપત્રો ઉપર ચિત્રકારોને જગાની જે સંકડાશ અનુભવવી પડતી તે અહીં મોકળાશ મળી અને ચિત્રોની સંખ્યાનું પ્રમાણ પણ વધ્યું. સુવર્ણ અને રજતની શાહીનો પણ ભરપૂર ઉપયોગ થયેલ જોવા મળે છે. ગુજરાતમાં મુસ્લિમ સત્તાના પરિણામે હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિનું મિશ્ર રૂપ અસ્તિત્વમાં આવવા માંડવ્યું અને તેની વિવિધ ક્ષેત્રોમાં અસરો વરતાવા લાગી. ચિત્રકલા ક્ષેત્રે ભારત-ઇરાની (Indo-persian) ચિત્રશૈલી અસ્તિત્વમાં આવી. આ કલાની અસર ૧૫મી સદીના મધ્યભાગમાં આલેખાયેલા ‘કલ્પસૂત્ર’ અને ‘કાલકાચાર્યની કથા'ની હસ્તપ્રતોમાં શક-બર્બર રાજા અને સૈનિકોનાં ચિત્રોમાં નજરે પડે છે. એમનો મંગોલ ચહેરો, દાઢી-વાળની મુસ્લિમ પદ્ધતિ, પોષાક વગેરે અલગ તરી આવે છે.૧૪ કાલાન્તરે રાજપૂત અને મુઘલ શૈલીનો પ્રભાવ વધતાં આ ચિત્રશૈલી તેમાં વિલિન થઇ જાય છે અને પોતાનું આગવું અસ્તિત્વ મિટાવી દે છે.
કાગળની ઉપરની વિશિષ્ટ પ્રતોમાં ‘કલ્પસૂત્ર’ની પ્રાચીનતમ પ્રત (ઇ.સ. ૧૪૧૫) મુંબઇની