________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૫૪૬ ગુજરાતમાં સુવર્ણયુગનો પ્રારંભ થાય છે. સોલંકી-વાઘેલા વંશના શાસન દરમ્યાન કેટલાક સમય સુધી ગુજરાતની સીમાઓ મેવાડ, માળવા, મારવાડ અને અજમેર સુધી વિસ્તરી હતી. રાજધાનીના શહેર તરીકે અણહિલવાડ પાટણની કીર્તિપતાકા દિકદિગંત ફેલાઈ હતી. આ યુગમાં સાહિત્ય, કલા, શિલ્પ, સ્થાપત્ય વગેરે ક્ષેત્રે ઉન્નતિના શિખરો સર કર્યા હતાં. કવિ બાલચંદ્ર વસંતવિના મહાકાવ્યમાં નોંધ્યું છે કે નહી તે ન સદ શારલયા મનાત્ર વાપરત્નોમવતી અર્થાત્ લક્ષ્મી અહીં રહેવાના રસલોભથી શારદા સાથે કલહ કરતી નથી. તત્કાલીન સમયમાં બાંધવામાં આવેલ શિલ્પ અને સ્થાપત્યના બેનમૂન સમાન ભવનો તેની ભવ્યતાની આજે પ્રતીતિ કરાવે છે. અજંતા-ઇલોરાની ચિત્રકલાનો તેના અનુસંધાનમાં અહીં લઘુચિત્ર સ્વરૂપે પુનર્જન્મ જોવા મળે છે. આ યુગમાં સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં સમૃદ્ધ ખેડાણ થયું. હેમચંદ્રાચાર્ય અને તેમના શિષ્યો, વસ્તુપાલ, સોમેશ્વર અને તેનું સાહિત્ય વર્તુળ વગેરેના પ્રદાનથી સાહિત્યજગત વાકેફ છે. સિદ્ધરાજે નિયુક્ત કરેલ ૩૦૦ લહિયાઓ, કુમારપાળે ૨૧ અને વસ્તુપાલે ૩ વિશાળ જ્ઞાનભંડારો બંધાવ્યાના ઉલ્લેખો મળે છે. વસ્તુપાલના સ્વહસ્તાક્ષરોમાં ' તાડપત્ર ઉપર લખાયેલ (વિ.સં. ૧૨૯૦) ઉદયપ્રભસૂરિકૃત થમ્યુલમહાકાવ્ય ની પ્રત ખંભાતના શાંતિનાથ ભંડારમાંથી મળવી તથા સચિત્ર તાડપત્રની પ્રાચીનતમ જ્ઞાત પ્રત નિશીથચૂર્ણની કે જે ભૃગુકચ્છમાં વિ.સં. ૧૧૫૭માં લખવામાં આવેલ જે આજે પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં (આ પૂર્વે સંઘવીના પાડાના ભંડારમાં) સચવાયેલી જોવા મળે છે. ગુજરાતમાં આ યુગમાં એક અંદાજ મુજબ ૩૦ સંસ્કૃત કવિઓ થઇ ગયા. સિદ્ધરાજ, કુમારપાળ તથા મહાઅમાત્ય વસ્તુપાલે અનેક કવિઓને રાજ્યાશ્રય આપેલ. આ યુગના જૈન અમાત્યો, શ્રેષ્ઠીઓ તેમજ જૈનાચાર્યોએ હસ્તપ્રતોની સાચવણીમાં દેશની અને વિશેષતઃ ગુજરાતની મોટી સેવા કરી છે. ગુજરાતના વિવિધ ભંડારોમાં અંદાજિત ૭ લાખ જેટલી હસ્તપ્રતો સચવાઇ છે. પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાન મંદિર જ ૨૪000 (ચોવીસ હજાર) હસ્તપ્રતો સંગ્રહ છે. આ ઉપરાંત ખંભાત, અમદાવાદ, લા.દ. ભારતીય વિદ્યામંદિર, કોબા, લીંબડી, સુરત વગેરેના ભંડારો ઉલ્લેખનીય છે. આ પૈકીની મોટાભાગની હસ્તપ્રતો જૈન જ્ઞાનભંડારોમાં સચવાયેલી જોવા મળે છે. આ ભંડારોમાં જૈનેતર કૃતિઓ પણ સાચવવામાં આવી છે. આટલી સમૃધ્ધ હસ્તપ્રત સંપત્તિ સુરક્ષિત હોવા છતાં. નોંધવું રહ્યું કે ભંડારોમાં Autograph પ્રતો જ્વલ્લે જ જોવા મળે છે. આ પાછળનું પ્રમુખ કારણ તાડપત્રોની સુરક્ષા માટે ગુજરાતનું પ્રતિકૂળ હવામાન તેમજ ઇ.સ. ૧૩૦૪ થી રાજકીય અસ્થિરતા અને ધાર્મિક વિતંડાવાદ ગણાવી શકાય. આ યુગમાં અને પરવર્તીકાળમાં ગુજરાતની તાડપત્ર, કાગળ અને કાપડ ઉપરની સચિત્ર પ્રતો તથા સચિત્ર કાટપટ્ટીકાઓની વિશેષતાઓ, વિવિધ ચિત્રશૈલીઓ વગેરે સંબંધી ઝીણવટપૂર્વકની વિગતો એલ.ડી. ઇન્સ્ટિટયુટ ઓફ ઇંડોલોજી દ્વારા પ્રકાશિત અને ઉમાકાન્ત શાહ દ્વારા સંપાદિત Treasures of Jaina Bhandaras (1978) અને સારાભાઈ નવાબ સંપાદિત જૈન ચિત્રકલ્પદ્રુમ (૧૯૩૬)માં પસંદગીના ચિત્રોની પ્રતિલિપિઓ સહિતની માહિતી વર્ણવામાં આવી છે.
અજંતા-ઇલોરાની ગુફાચિત્રો બાદ ભારતીય સ્તરે લઘુચિત્ર સ્વરૂપે બંગાળ, બિહાર અને