________________
યુગે યુગે પાટણની પ્રભુતા
જ્યારે આવ્યો હતો ત્યારે એણે સહસ્રલિંગ સરોવરમાં હોડીઓમાં બેસીને જળવિહાર કર્યો હતો. પણ પછીથી થોડા જ વખતમાં સરોવર કાંપથી ભરાઇ ગયું. અકબરના વખતમાં ગુજરાત વધારે સ્થિર સ્થાવર થતાં નવા પાટણનું મહત્ત્વ કંઇક વધ્યું. જેથી પાણીની જરૂર પડી. આથી મોગલોએ ખાન સરોવર બંધાવ્યું. આ સરોવરમાં સહસ્રલિંગ સરોવર કરતાં એક બીજો સુધારો કર્યો. ખાન સરોવરમાં પાણી લેવાને માટે રૂપેણ નદીમાંથી નહેર કાઢી હતી. સરોવરમાં પાણી પેઠા પછીથી વધારાનું પાણી નીકળી જવા માટેની નહેર સરસ્વતિ નદીમાં વાળી હતી. સહસ્રલિંગ સરોવરમાં નહેરના પાણીમાં આવતો કાંપ ઠારવા માટે ફક્ત એકજ કૂવો હતો. એમાં સુધારો કરીને ખાન સરોવરમાં ત્રણ કૂવા રાખ્યા. કૂવાના વ્યાસ પણ સહસ્રલિંગ સરોવરના કૂવા કરતાં ઘણા મોટા રાખ્યા, જેથી કરીને સંપૂર્ણ નીતર્યું પાણી જ સરોવરમાં દાખલ થાય. આ રીતે ખાન સરોવરની રચના સહસ્રલિંગ સરોવરની રચના કરતાં પણ વધારે દીર્ઘદષ્ટિવાળી હતી.
૫૪૦
મોગલાઇની પડતીના કાળ પછીથી રૂપેણ નદીની નહેરની દરકાર રખાઇ નહિ જેથી ખાન સરોવરમાં આવતું પાણી બંધ થઇ ગયું. આમ ખાન સરોવર લગભગ નકામા સરોવર જેવું બની ગયું. વીસમી સદીમાં વડોદરા રાજ્યે વૉટર વર્કસના પાણીથી ખાન સરોવરમાં પાણી ભરવાની વ્યવસ્થા કરી હતી. અને હવે સરસ્વતિ નદીની નહેરની જે યોજના છે તે નહેરનું પાણી ખાન સરોવરમાં થઇને આગળ જશે. આ રીતે ખાન સરોવર ભરાયેલું રહેશે. અંતમાં હું આશા રાખું છું કે, આજના એંજીનીયરો સરસ્વતિ નહેરનું પાણી ખાન સરોવરમાં નાખતી વખતે એવી યોજના કરશે કે જેથી નહેરમાં આવતા પાણી સાથેનો કાંપ, પાણી સરોવરમાં દાખલ થાય તે પહેલાં જ બહાર ઠરી જાય અને દર વર્ષે તે કાંપને સાફ કરવામાં આવે. પાટણના શહેરીઓ પણ એ ખાસ કાળજી રાખે કે કાંપ દર વર્ષે સાફ થતો રહે છે કે નહિ. જો એમ નહિ થાય તો ખાન સરોવર પણ સહસ્રલિંગ સરોવરની માફક માટીથી ભરાઇ જશે.
(શ્રી પાટણ જૈન મંડળ, સુવર્ણ જ્યંતી મહોત્સવ અંકમાંથી સાભાર)