Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

View full book text
Previous | Next

Page 561
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૩૮ (૯૫) પાટણનાં સરોવરો શ્રી ભાઇલાલભાઇ ધાભાઇપટેલ ગુજરાતમાં જે આજે સુંદર સરોવરો છે તેની શરૂઆત સોલંકી યુગમાં થઈ હતી. સૌથી પ્રથમ તો ગુજરાતની રાજધાની પાટણ જેમ જેમ સમૃદ્ધ થતી ગઇ તેમ એને પાણીની જરૂર પડી અને સિદ્ધરાજ જયસિંહે પાટણની જનતા - પ્રજાના ઉપયોગ માટે સહસલિંગ સરોવર બંધાવ્યું. આનું નામ સહસ્ત્રલિંગ એટલા ઉપરથી પડયું હતું કે તેના પગથિયાના પથાર ઉપર એક હજાર શિવલિંગની સ્થાપના કરીને તે ઉપર હજાર દેરીઓ બંધાવી હતી. આ દેરીઓનો નમૂનો જોવો હોય તો આજે પણ તે વિરમગામના મુનસર સરોવર ઉપર જોવા મળે છે. વિરમગાનું મુનસર સરોવર પણ મિનળદેવીએ બંધાવ્યું હતું. એજ અરસામાં ધોળકાનું મલાવ સરોવર પણ બંધાવ્યું હતું. સહસલિંગ સરોવરની રચના એવી રીતે થઈ હતી કે એમાં પાણી લાવવા માટે સરસ્વતી નદીમાંથી એક નહેર કાઢવામાં આવી હતી. આ નહેર વાટે સરસ્વતી નદીમાં જ્યારે પૂર આવે ત્યારે સરોવર ભરાઈ જતું હતું. મોટું પૂર આવે તો સરોવર છલકાઈ ને શહેરમાં ભરાતું તેની સામી બાજુએ પાણી નીકળવાનું દ્વાર મૂકવામાં આવતું. આથી આ દ્વારમાંથી નહેર વાટે તે પાણી સરસ્વતી નદીમાં પાછું જતું જેથી સરોવર ભરાયા પછીથી છલકાઈ જતું નહિ. સરોવરમાં પાણી અંદર આવવા માટે જે દ્વાર મૂકવામાં આવતું તેનાથી પાણી નીકળવાનું દ્વાર ત્રણ ચાર ઇંચ નીચું રખાતું. આવી જાતની રચના ત્યાર પછીથી બંધાયેલા પાટણના ખાન સરોવર અને અમદાવાદનાં કાંકરિયામાં પણ થયેલી છે. સરોવરને માટે પાણી સાથે આવતા કાંપથી તે ભરાઇ ન જાય તેની ખાસ કાળજી રાખવી પડે છે. સહસલિંગ સરોવરમાં એટલા માટે નદીમાંથી નહેર વાટે આવતું પાણી પ્રથમ એક કૂવામાં લેવામાં આવતું. નહેરની પહોળાઈ કરતાં આ કૂવાનો વ્યાસ મોટો રાખવામાં આવ્યો હતો. કૂવાનું તળ નહેરના તળ કરતાં નીચું રાખવામાં આવતું. કૂવાની સામી બાજુએથી બીજી નહેર કાઢીને તે પાણી સરોવરમાં લેવામાં આવતું હતું. નહેરમાંથી આવતું પાણી અમુક ગતિથી આવતું હોય છે. એ પાણી જ્યારે વધારે પહોળા કૂવામાં પ્રવેશ કરે ત્યારે તેની ગતિ ઘણી જ ધીમી પડી જાય છે. ગતિ ધીમી પડવાથી પાણી સાથે આવેલો કાંપ કૂવાના તળિયે બેસી જાય છે. કાપ બેસી ગયા પછીથી નીતર્યું પાણી સરોવરમાં લેવાતું અને આ રીતે સરોવરો કાંપથી ભરાઇ ન જાય એવી યોજના થયેલી હતી. આમાં એક વાત ખાસ મહત્ત્વની છે કે કૂવામાં જે કાંપ કર્યો તે ચોમાસું ગયા પછીથી દર વર્ષે કાઢી લેવો જોઈએ. એ કાઢી લેવામાં - ન આવે તો પાણી સાથે આવતો કાંપ સીધો સરોવરમાં જાય. આ જ પરિસ્થિતિ સહસલિંગ સરોવરની બાબતમાં બની હતી.

Loading...

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582