Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

View full book text
Previous | Next

Page 566
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૯૬ આનર્તની લઘુ ચિત્રકલા ૫૪૩ મણિભાઈ પ્રજાપતિ ૨ પ્રાચીન સમયમાં આજનું ગુજરાત અનેક પ્રદેશોમાં વિભક્ત હતું, જેમકે સુરાષ્ટ્ર, કચ્છ, આનર્ત, લાટ, શ્વભ્ર વગેરે. આનર્તનો ઉલ્લેખ મહાભારત ઉપરાંત ભાગવત, મત્સ્ય, વાયુ વગેરે પુરાણોમાં આવે છે. મહાભારતના આદિપર્વમાં (૨૪૫-૨૯) સુભદ્રાને લઇને હસ્તિનાપુર જતાં અર્જુન ગિરનાર અને અર્બુદ વચ્ચે આનર્તરાષ્ટ્ર હોવાનું અને આનર્ત વાવો અને કમળો ભરેલા તળાવોનો પ્રદેશ છે એવું વર્ણન કરે છે.' મહાભારતમાં અન્યત્ર દ્વારવત્તીને આનર્તપુરી પણ કહેવામાં આવી છે. અને બીજી બાજુએ દ્વારવતીનો સૌરાષ્ટ્રના તીર્થસ્થાન તરીકે પણ ઉલ્લેખ છે. તેથી સહજ પ્રશ્ન ઉદ્ભવે છે કે આનર્ત અને સુરાષ્ટ્ર ભિન્ન ભિન્ન છે કે સુરાષ્ટ્ર અને ધારવતી આનર્તના ભાગ છે ? આ ઉપરથી સ્પષ્ટ પ્રતિફલિત થાય છે કે પ્રારંભમાં આનર્તપ્રદેશમાં સુરાષ્ટ્ર અને ધારવતીનો સમાવેશ થતો હશે અને પાછળથી પશ્ચિમી દ્વિપકલ્પ સુરાષ્ટ્ર તરીકે જ વ્યાપક બન્યો અને એનો પૂર્વોત્તર પ્રદેશ ‘આનર્ત’ (આજના ઉત્તર ગુજરાતનો પ્રદેશ) વ્યાપક બન્યો. હરિવંશ, ભાગવત, વાયુ અને મત્સ્ય પુરાણ કુશસ્થલી (દ્વારકા)ને આનર્તપૂરી- આનર્તની રાજધાની તરીકે ઓળખાવે છે. ડૉ. આનંદશંકર ધ્રુવ બોમ્બે ગેઝેટિયરના આધારે ‘આપણો ગુજરાત પ્રાન્ત આનર્ત, સૌરાષ્ટ્ર અને લાટ એ ત્રણ પ્રદેશ મળીને થયેલો છે.’ એમ કહી આનર્તની સરહદ આપે છે :‘એ ઉત્તરે આબુ, પશ્ચિમે કાઠિયાવાડ, પૂર્વે માળવા, દક્ષિણે મહી અને ખંભાત અને લગભગ નર્મદાકાંઠા સુધી પહોંચે છે. એનાં મુખ્ય પ્રાચીન નગરો : વડનગર, ચાંપાનેર, અણહિલવાડ પાટણ, કર્ણાવતી (હાલનું અમદાવાદ) અને ખંભાત' ઐતિહાસિક પ્રમાણમાં સત્તા નીચેના દેશોમાં આનર્તનો પણ ઉલ્લેખ છે. વલ્લભીના મૈત્રક રાજાઓના તામ્રપત્રોમાં આનંદપુર - આનર્તપુર (હાલનું વડનગર)ના બ્રાહ્મણોને દાન આપ્યાના ઉલ્લેખો મળી આવે છે. આ વૃધ્ધનગર વડનગર આનર્તની રાજધાનીનું નગર હોવાના લીધે આનર્તપુર કહેવાતું હશે. આમ, હાલના ઉત્તર ગુજરાતનો પ્રદેશ તે આનર્તં અહીં આ લેખમાં આ પ્રદેશે ૧૧-૧૬મી સદીના ઉત્તરાર્ધ સુધી લઘુ ચિત્રકલા ક્ષેત્રે આપેલ નોંધપાત્ર પ્રદાનને ધ્યાનમાં લઇને ચર્ચા કરવામાં આવી છે. ચિત્રકલા સંબંધી ઉલ્લેખો ઃ- “ આદિ માનવ કલાપ્રેમી હતો, જેની પ્રતીતિ વિશ્વના પ્રાચીનત્તમ શૈલચિત્રો ફ્રાન્સમાં લાસ્કા તથા સ્પેનમાં એલતમિર દ્વારા થાય છે જે ૧૫૦૦૦ વર્ષ પૂર્વે ગુફાઓમાં આલેખાયેલ છે. ભારતમાંથી પણ પાષાણકાલીન શૈલ રેખાંકનો મળી આવ્યાં છે. ગુજરાતમાં પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાના ઇડરની ડુંગરમાળામાં પ્રાચીન માનવે દોરેલાં ચિત્રાંકનો મળી આવ્યાં છે. સિન્ધુ સંસ્કૃતિનાં કેન્દ્રોમાં

Loading...

Page Navigation
1 ... 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582