Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

Previous | Next

Page 562
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૩૯ • સોલંકી અને વાઘેલા યુગમાં તો દર વર્ષે કાંપ નીકળતો અને નીતર્યું પાણી સહસલિંગ સરોવરમાં દાખલ થતું. ગુજરાતના પતન પછી દિલ્હીના મુસલમાન સૂબાઓ પાટણમાં રહેતા હતા. ગુજરાતની રાજધાની તરીકે પાટણનું ગૌરવ ચાલુ રહ્યું હતું. જેથી સહસલિંગ સરોવરની દેખભાળ રહેતી અને કૂવામાંથી દર વર્ષે કાંપ કાઢવામાં આવતો. જો કે પહેલાં પગથિયાં ઉપરના દહેરાનો મુસલમાનોને હાથે નાશ થઇ ગયો હતો. . સો વર્ષના મુસલમાન સૂબાઓના અમલમાં ગુજરાત સંપૂર્ણપણે પાયમાલ થયું અને અસલનું અણહિલપુર પાટણ છોડી છોડીને પટણીઓ ભાગી ગયા હતા. અલ્લાઉદ્દિન ખીલજીના રાજઅમલથી ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા હતા, ખેતરોનો નાશ થયો હતો, ખેડૂતો લૂંટફાટે ચડડ્યા હતા, વેપાર રોજગાર તૂટ્યો હતો; પાટણના કિલ્લામાં ગાબડાં પાડી પાડીને ખેડૂતો શહેરમાં પેસી ચોરી અને લૂંટફાટ કરતા થયા હતા. ચોરીમાં કંઇ પ્રાપ્ત ન થાય તો શહેરીઓનાં બાલ બચ્ચાંને બલિ તરીકે લઇ જતા. અમુક રકમ મળે તોજ એમને પાછો સોંપતા. પાટણ શહેરના પંદર હાથ ઊંચા કોટથી પાટણનું રક્ષણ થઇ શક્યું નહિ. પટ્ટણીઓ શહેર છોડીને મુસલમાન લશ્કરના કેમ્પ નજીક વસવાટ કરવા લાગ્યા. જે આજનું નવું પાટણ છે. જૂના અણહિલપુર પાટણની સાત માળની હવેલીઓનાં ખંડેર થયાં. આજે હવેલીઓની જગ્યા ઉપર ખેડૂતોનાં હળ ફરે છે. આજ કારણથી ઇતિહાસમાં લખાયું કે “અલ્લાઉદ્દીન ખીલજીએ પાટણ શહેર ઉપર ગધેડે હળ જોડીને મીઠું વવડાવ્યું.” ગુજરાતને ગામડે ગામડે આજે પણ આ વાત બોલાઇ રહી છે. આવી પરિસ્થિતિમાં પાણીનું એકમાત્ર સાધન સહસ્ત્રલિંગ સરોવર સચવાઈ રહ્યું હતું. એના કૂવામાં જમા થતો કાંપ દર સાલ કાઢવામાં આવતો હતો. લગભગ સો વરસ દિલ્હીનો અમલ ગુજરાત ઉપર રહ્યો. પછીથી તો તૈમુરની સવારી આવી. એણે દિલ્હી લૂંટયું, દિલ્હીના બાદશાહો નબળા પડ્યા એનો લાભ લઈ ગુજરાતના સુબાના દીકરાએ સ્વતંત્ર સુલતાન તરીકે પાટણમાં મહમદશાહ સુલતાન તરીકે જાહેરાત કરી. પાટણના ત્રીજા સુલતાન અહમદશાહે જોયું કે પાટણનું સ્થળ ગુજરાતની આબાદી માટે યોગ્ય રહ્યું નથી. ચુંવાળના ઠાકરડાઓને કાબૂમાં રાખવાનું મુશ્કેલ લાગવાથી એણે કર્ણાવતી આગળ નવી રાજધાની બનાવી અને આજના અમદાવાદની સ્થાપના કરી. અમદાવાદ રાજધાની થયા પછીથી ગુજરાતનો વિસ્તાર વધતો ચાલ્યો. મહમદ બેગડાના વખતમાં તો એણે અમદાવાદની દક્ષિણે પણ રાજધાનીઓ બદલવા માંડી. એણે મહેમદાવાદ વસાવ્યું અને ચાંપાનેર જીત્યા પછીથી તો થોડા સમય માટે ચાંપાનેર રાજધાનીનું શહેર બનાવ્યું. આ રીતે પાટણને રાજ્યાશ્રય મળતો હતો તે સંપૂર્ણપણે બંધ થયો. એને પરિણામે નહેરનું પાણી જે પેલા કૂવામાં આવતું હતું એ કૂવો સાફ કરવાની કોઇએ દરકાર રાખી નહિ. વખત જતાં કૂવો ભરાઈ ગયો. સરસ્વતી નદીના કાંપ સીધોજ સહસ્ત્રલિંગ સરોવરમાં જ જવા લાગ્યો. સરોવર દર વર્ષે આસ્તે આસ્તે કાંપથી ભરાવા લાગ્યું. અકબર બાદશાહનો વજીર બહેરામખાન મક્કા જતાં પહેલાં પાટણમાં

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582