Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

View full book text
Previous | Next

Page 559
________________ યુગે યુગે પાટણની પ્રભુતા દિશામાં યત્કિંચિત્ કાર્ય આ ક્ષેત્રના વિદ્વાનો દ્વારા થયું છે. વડોદરા જેવાં સ્થળોએ. જ્યાં મહારાષ્ટ્રીયોની વસતી સારા પ્રમાણમાં છે, ત્યાં તેમનાં મકાનોનાં આંગણાંમાં રોપેલા તુલસીક્યારાની સિમેન્ટની દીવાલો પર બહારની બાજુએ લખાણ કોતરેલું જોવા મળે છે, એનો પણ અભ્યાસ થવો જોઇએ. ૫૩૬ આધુનિક સમયમાં મકાનો કે જાહેર બાંધકામોનાં ખાતમુહૂર્તો, શિલારોપણો અને ઉદ્ઘાટનોને લગતા તક્તીલેખોનો પણ અભ્યાસ કરી પ્રગટ કરવા જોઇએ. આઝાદી પછીના સમયમાં શહીદોના સ્મારકલેખો ઘણા મળે છે એ પણ અભ્યાસનો એક વિષય છે. અભિલેખોમાં નિર્દિષ્ટ પ્રાચીન સ્થળના નામોનું આજનું અભિજ્ઞાન કરીને તે તે સ્થળોની ઐતિહાસિક ભૂગોળને લગતી જે માહિતી પ્રાપ્ત થાય તેનો અભ્યાસ કરવાના પ્રોજેક્ટો હાથ ધરવા જોઇએ. ગુજરાતમાં ‘સ્થળનામ પરિષદ' અન્વયે જે કાર્ય ઘણાં વર્ષોથી સ્થગિત થયું હતું તે કાર્ય ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ દ્વારા આગળ ધપાવાયું છે. હજુ એ દિશામાં સંશોધન કરવાની આવશ્યકતા છે. ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વના ક્ષેત્રમાં આમ અભિલેખો એક મહત્ત્વનું સાધન હોઇ એના અધ્યયન, સંશોધન અને સંકલનને પણ મહત્ત્વ આપવું ઘટે તેમજ પુસ્તકો, વર્તમાનપત્રો, સામયિકો, દફ્તરો, કેસેટો ઇત્યાદિ સમૂહ-માધ્યમોની જેમ અભિલેખો પણ ઇતિહાસનું એક મહત્ત્વનું સાધન છે, તેની ઉપેક્ષા ન થવી ઘટે..... (ગુજરાત ઇતિહાસ પરિષદના ૨૧ મા અધિવેશનમાં પ્રમુખ સ્થાનેથી આપેલ પ્રવચનમાંથી સાભાર)

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582