Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

View full book text
Previous | Next

Page 557
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૩૪ ૯૪ અભિલેખો ઈતિહાસનો મહત્વનો સ્ત્રોત ડૉ. ભારતીબેન શેલત એમ.એ.,પીએચ.ડી. ગુજરાતના ઇતિહાસનો સુવર્ણયુગ ગણાતા સોલંકી કાલના શિલાલેખો, તામ્રપત્રલેખો અને પ્રતિમાલેખો વિપુલ સંખ્યામાં ઉપલબ્ધ થયા છે. આ અભિલેખો ‘ગુજરાતના ઐતિહાસિક લેખો’, ભા. ૨ અને ૩ માં પ્રગટ થયા છે. કચ્છની સંસ્કૃતિ અને ઇતિહાસ આલેખતા અભિલેખો ડી.પી. Report on the Architectural and Archaeological Remains in the Province of Kachh' (1879) માં પ્રગટ કર્યા છે. સૌરાષ્ટ્રના અભિલેખોનો સંગ્રહ ડિસ્કળકરે 'Inscriptions of Kathiawad' માં પ્રકાશિત કર્યો છે (૧૮૩૮-૪૧) વડોદરા રાજ્યના કેટલાક અભિલેખોનું સંપાદન એ.એસ.ગદ્રેએ 'Important Inscriptions form the Baroda state' માં કર્યું છે. ગુજરાતના સલ્તનત કાલ અને મુઘલકાલના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસનો અભ્યાસ અરબી-ફારસી અભિલેખો અને ખતપત્રો તેમજ દસ્તાવેજોના અભ્યાસ વિના એકાંગી અને અપૂર્ણ રહે છે. મધ્યકાલના ઇતિહાસમાં આ અભિલેખો મુસ્લિમકાલીન કલા-ઇતિહાસની દૃષ્ટિએ પણ મહત્ત્વના છે. આ સમયના સંસ્કૃત અભિલેખોનું સંગ્રહણ અને સંપાદન ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ ‘ગુજરાતના ઐતિહાસિક લેખ’, ભા. ૪ અને ૫ માં કર્યું છે. ડૉ. ઝેડ.એ.દેસાઇએ 'Epigraphia Indo-Moslemica'માં કેટલાક અભિલેખો પ્રગટ કર્યા છે. યાઝદાની અને જ્ઞાનીએ મુસ્લિમ અભિલેખો ૧૯૪૪માં પ્રગટ કર્યા તો. સ્વ. શંભુપ્રસાદ દેસાઇએ સૌરાષ્ટ્રના અરબી-ફારસી લેખોને Arabic Persian Inscriptions of Saurashtra' માં પ્રગટ કર્યા (૧૯૮૦) પ્રાચીન કાલથી ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસના આલેખનમાં જૈન ધર્મે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. જૈનધર્મી સમાજના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ માતા-પિતાના અને પોતાના તેમજ કુટુંબીઓના શ્રેય અર્થે તીર્થંકરની મૂર્તિઓ ભરાવતા અને બિંબપ્રતિષ્ઠા કરાવતા. સોલંકી કાલથી ગુજરાતમાં મૂર્તિપ્રતિષ્ઠાને લગતા પ્રતિમાલેખો અસંખ્ય પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આરસની અને ધાતુની પ્રતિમાઓ પરના લેખોમાંથી જૈન સૂરિઓ, ગચ્છો, જ્ઞાતિઓ, કુલ, વંશ વગેરેને લગતી સાંસ્કૃતિક વિગતો ઘણી મળે છે. આવા પ્રતિમાલેખોના સંગ્રહોમાં મુનિ બુદ્ધિસાગરસૂરિનો ‘જૈન ધાતુ પ્રતિમાલેખસંગ્રહ' (૧૯૧૭), મુનિ જિનવિજયજીનો ‘પ્રાચીન જૈનલેખસંગ્રહ’ ભા.૨ (૧૯૨૧), મુનિ યંતવિજયજીનો ‘અર્બુદાચલ પ્રાચીન જૈનલેખસંદોહ’ (૧૯૩૮), દોલતસિંહ લોઢાનો ‘જૈનપ્રતિમાલેખસંગ્રહ' (૧૯૫૧) મહત્ત્વપૂર્ણ છે. આ ઉપરાંત શત્રુંજય ઉપરના લેખો ‘શત્રુંજય-ગિરિરાજ દર્શન’માં પ્રગટ થયા છે. અમદાવાદના શહેર વિસ્તારના દેરાસરોના પ્રતિમાલેખો 'Jain Image Inscriptions of Ahmadabad'

Loading...

Page Navigation
1 ... 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582