________________
૫૩૨
યુગે યુગે પાટણની પ્રભુતા અતિથિ સેવા, સાધર્મિક સેવા, જ્ઞાન-વિદ્યાનો પ્રભાવ, નવકાર મહામંત્ર તારણહાર છે. જેવા ગંભીર વિષયો પણ સરળ દાખલા આપી ઉપદેશ આપેલ છે.
ગ્રંથના અંતમાં પ્રશસ્તિ કરતાં આચાર્ય ભગવંતોને વંદન કરી ગ્રંથકર્તા લખે છે “વિક્રમ સંવત ૧૨૪૧માં વર્ષે ભાદરવા માસની શુક્લ અષ્ટમી અને રવિવારે ગુજરાત પાટણમાં ગ્રંથકર્તાએ જિનધર્મપ્રતિબોધરૂપ આ ગ્રંથ રચીને સમાપ્ત કર્યો.”
શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે ધાર્યું હોત તો પોતે એક સ્વતંત્ર સંપ્રદાય ઊભો કરી શક્યા હોત, એવા એ જ્ઞાની અને સિધ્ધ યુગપુરૂષ હતા. પણ એમણે જુદો સંપ્રદાય કે ફીરકો સ્થાપ્યો નહિ એજ એમની મોટાઈ ગણાય ! જુદો વાડો ઉભો ન કરવામાં એમની મહાનતાનાં દર્શન થાય છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય એક સહિષ્ણુ, સર્વધર્મ પ્રત્યે સદ્ભાવ રાખનાર મહાયોગી હતા. એમના વખતની તમામ વિદ્યાશાખાઓના તેઓ જ્ઞાતા હતા. તેથી જ તેઓ “કલિકાલસર્વજ્ઞ"નું બિરૂદ પામ્યા. એમના ઉપદેશોની અસર આજે પણ સમગ્ર ગુજરાત પર દેખાય છે. અસ્તુ.