________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૧૮ ખીલજી સલ્તનત :
- સુલતાન અલાઉદ્દીન ખીલજી ગુજરાતની અંતિમ ફતેહ પછી પોતાના સાળા અલપખાનને પહેલો સુબો નીમ્યો. તેના ૧૨ વર્ષના શાસનકાળ દરમ્યાન તેણે પાટણમાં આરસપહાણની “આદિના મસ્જિદ' નામે આલિશાન મસ્જિદ બનાવી. ઇ.સ. ૧૩૧૬માં દિલ્હીમાં મલેક કાકુર દ્વારા તેની હત્યા થઇ. ત્યારબાદ અકબર મલિક કમાલુદ્દીનને ગુજરાતનો નાઝીમ નીમ્યો. પરંતુ ઉશ્કેરાયેલા બળવાખોરોએ તેની પણ હત્યા કરી. તે અરસામાં સુલતાન અલાઉદ્દીન પણ મરણ પામ્યો. ત્યારબાદ મલેક કાફૂરની પણ હત્યા થઇ. દિલ્હીથી ગુજરાતના સુબાઓ નિમાતા. જ્યારે કયારેક તેઓ બંડ પોકારતા ત્યારે દિલ્હીના સુલતાન નવા સુબા મોકલી આપી તેમને તાબે કરતા. આમ, ગુજરાતમાં અવારનવાર બળવા થતા રહ્યા. અનેકવાર ગુજરાત લૂંટાયું. સુબાઓને મારી નાખવાની પરંપરા ચાલુ રહી. ગુજરાત સલ્તનત :
ઇ.સ. ૧૪૦૩માં ઝફરખાન નામના સુબાએ દિલ્હીની સત્તનત ફગાવી, પોતાના પુત્ર ' તાતારખાનને મહમંદશાહ નામ આપી, ગુજરાતનો પ્રથમ સુલતાન બનાવ્યો. મહમંદશાહે સ્વતંત્ર થવા પોતાના બાપને કેદ કર્યો.
પરંતુ પાછળથી તેને ઝેર આપી મારી નંખાવ્યો અને પોતે જ ગાદી પર બેઠો. આ ઘરડા ઝફરખાનની પણ તે જ દશા થઈ. તેના પૌત્ર અહમદશાહે તેને ઝેર આપી મારી નાંખ્યો. અહમદશાહે ઇ.સ. ૧૪૧૨માં અમદાવાદ શહેર વસાવ્યું અને ત્યારથી પાટણ ગુજરાતની રાજધાની મટી સુબાગીરીનું એક સામાન્ય મથક બની ગયું. ત્યારબાદ અનેક મુસલમાન રાજાઓ એકબીજાની હત્યાઓ કરી સત્તા મેળવતા ગયા. નવું પાટણ ક્યારે વસ્યું -
ઇ.સ. ૭૪૬માં સ્થપાયા પછી સમૃદ્ધિના શિખર પર આરૂઢ થયેલા અણહિલપુર પાટણનો ઇ.સ. ૧૩૦૦ ધ્વંસ થયો. નગરના અલંકારરૂપ પ્રસાધનો, વિહારો, મંદિરો, મહાલયો વગેરેનો મોટે ભાગે નાશ થયો. નગરમાં લૂંટ ચલાવવામાં આવી અને અત્યાચારનો કાળો કેર વર્તાવ્યો પછી ઠેરઠેર આગ લગાડવામાં આવી. નગર બેહાલ બનીને રહ્યું. બેહાલ થયેલું નગર પૂર્વવત્ શાંતિથી રહેવા લાયક તો ન રહ્યું. છતાં વસ્તી વિહોણું પણ ન થયું. નષ્ટભ્રષ્ટ થયેલું પાટણ ફરીથી ક્યારે આબાદ થયું તેનો ચોકકસ સમય ક્યાંય મળતો નથી. છતાં કેટલાક બનાવો ઉપરથી એમ કહી શકાય કે ઈ.સ. ૧૩૧૪ની આસપાસમાં નવું પાટણ વસ્યું હોવું જોઇએ.
ઇ.સ. ૧૩૧૫માં શત્રુજ્ય તીર્થના ઉદ્ધારક સંધપતિ દેશલશાહના પુત્ર પાટણમાં વસતા હતા. તેમણે અનેક જૈન મંદિરો બંધાવ્યા હતા. તેમણે તે વખતનાં અલબખાન નામના સુબાને પોતાની કુશળતાથી પ્રસન્ન કર્યા હતા અને તેથી સમજાય છે કે, એ સમયે પાટણ હયાત હતું. વસ્તુતઃ તઘલક ફિરોજશાહના રાજ્યકાળમાં પાટણમાં શાંતિ સ્થપાઈ અને બેવડા વેગથી નવા મંદિરો બંધાવા માંડ્યા. પ્રાચીન જાહોજલાલી ખ્યાતિને તાજી કરાવે એવું એ નગર નવેસરથી બંધાઈ ચૂક્યું.
મુનિશ્રી કલ્યાણવિજયજી મ.સા.એ જણાવ્યા મુજબ પાટણ ભંગના વખતથી પાઢણમાં બનતા જૈન મંદિરો અને પ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ એકદમ બંધ પડે છે તે ઈ.સ. ૧૩૧૭ના વર્ષમાં