________________
યુગે યુગે પાટણની પ્રભુતા પ્રવાહો માનવામાં આવ્યા છે.
સહલિંગ સરોવરની યોજના : શ્લોકો છે. માર્કંડેય બોલ્યા :
૫૨૮
સરસ્વતી પુરાણમાં સહસ્રલિંગનું મહાત્મ્ય દર્શાવતા ઘણા
‘“બાણાસુરે જે બાણલિંગો નદીના જળમાં પધરાવ્યાં હતાં, તેમાંથી હજાર લિંગો સિધ્ધરાજ લાવ્યો હતો. તે ભુક્તિ, મુક્તિ આપનાર સહસ્રબાણલિંગોને આ પવિત્ર સરોવર (સહસ્રલિંગ સરોવર) ૫૨ સિધ્ધરાજે સ્થાપ્યાં.'' (શ્લોક - ૮૬, ૮૭) આ શ્લોક જ દર્શાવે છે કે સહસ્રલિંગ સરોવરના કિનારે એક હજાર શિવાલયો હતા. એમાનું એક પણ હજુ મળ્યું નથી. કારણ કે સરોવર દટાઇ ગયેલું છે. આમ ‘સરસ્વતીપુરાણ’ એક ખૂબજ અમૂલ્ય ઐતિહાસિક માહિતીપૂરી પાડતો આધારભૂત ગ્રંથ ગણી શકાય.
ગુજરાતના ઇતિહાસના ઐતિહાસીક સાધનોમાં આ ગ્રંથ પણ ગણી શકાય. એની રચના ‘પુરાણ’ના સ્વરૂપે થઇ છે જેથી સિધ્ધરાજમાં દૈવી તત્ત્વનું આરોપણ થઇ શકે અને સહસ્રર્લિંગ સરોવરને પવિત્ર સ્થળ તરીકે આલેખી શકાય. ગમેતેમ પણ પાટણનો ઇતિહાસ જાણવાની જિજ્ઞાસા ધરાવનાર વાચકે આ ‘સરસ્વતીપુરાણ' વાંચવું જ જોઇએ.