________________
યુગે યુગે પાટણની પ્રભુતા
પર૭
ચમકારા જેવી જીભ, આંખો પિંગ વર્ણની, કાન ઊભા અને નાક વાંકુ, મોઢાપર વાળના ગુચ્છા આવું ભયંકર સ્વરૂપ એનું હતું.
સરસ્વતીપુરાણમાં ચાવડાવંશના રાજવીઓને ધનુર્ધારી, પણ સ્વભાવે લુંટારા દર્શાવ્યા છે.
સિધ્ધરાજનો પિતા કઈ સોલંકી સગુણોથી અલંકૃત હતો. માતા મિનળદેવી પણ શુધ્ધ ચારિત્રશીલ સુંદર, સ્વરૂપવાન દર્શાવી છે. કર્ણ અને મિનળ વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. પ્રબંધચિંતામણિમાં મિનળને કરૂપી દર્શાવી છે તે હકિકત ખોટી સાબીત થાય છે. બન્નેના પ્રેમના પરિપાક રૂપે જ તેમને સિધ્ધરાજ જેવો, ચારિત્ર્યશીલ, બળવાન, કુશળ, બહાદુર, અને સમર્થ પુત્ર સિધ્ધરાજ થાય છે. પુરાણકારે તો સિધ્ધરાજને ભગવાન નારાયણના અવતારરૂપે દર્શાવ્યો છે. સિદ્ધરાજનો રાજ્યાભિષેક બાલ્યાવસ્થામાં થયો હતો.
સહસલિંગ સરોવરની રચના - સહસલિંગ સરોવર એ સિધ્ધરાજ જયસિંહનું એક મહાન કાર્ય ગણાય છે. આ સરોવરનાં મનોરમ્ય વર્ણન ઘણા પ્રાચીન ગ્રંથોમાં વાંચવા મળે છે. પણ સરસ્વતી પુરાણના રચયિતાએ સરોવર બનાવવાની પ્રેરણા, નહેર દ્વારા સરસ્વતી નદીનાં નીર સરોવરમાં પધરાવવાની યોજના, સરોવરના કાંઠે એક હજાર શિવાલયો અન્ય તીર્થો, દેવ મંદિરો વગેરે વર્ણનો ઐતિહાસિક સાહિત્યમાં નવિન પ્રકાશ પાથરે છે. આવા આબેહુબ ઝીણવટભર્યા વર્ણનથી આ સરસ્વતી પુરાણની પ્રાચીનતાનો આધારભૂત પુરાવો મળે છે.
પાટણના મહાન સંશોધક સ્વ. રામલાલ ચુનીલાલ મોદીએ આ પુરાણને આધાર બનાવી સહસ્ત્રલિંગ સરોવરનો નકશો તૈયાર કર્યો છે. ઉપરાંતમાં શ્રી મોદીએ સરોવરના કાંઠાના તીર્થો, સત્રશાળાઓ, સરોવરની વચ્ચેના ટેકરા પર વિંધ્યવાસિનીનું મંદિર અને અસાડ સુદ ૮ ના રોજ સરસ્વતીના પવિત્ર નીર સહસલિંગ સરોવરમાં નહેર દ્વારા પધરાવી સરોવર છલકાવી દીધાનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. પુરાણનો અસલ શ્લોક નીચે મુજબ છે
अषाढस्य सिताष्टम्यां सुमते सा महानदी
महता च जलौधेन मत्स्यकच्छपधारिणी ॥२३८॥ આ ઘટના વિ.સં. ૧૧૯૫-૯૬માં બનેલ છે.
સરસ્વતી પુરાણમાં મહાસ્થાનો - આ પુરાણ નદીનું મહાત્મ વર્ણવે છે. પુરાણમાં (૧) ઔરંગાશ્રમ (૨) કેદાર (૩) ગંધર્વકૂપ (૪) ભૂતીશ્વર (૫) રૂદ્રાકોટી (૬) કુરુક્ષેત્ર (૭) વૈરાટનગર (૮) પુષ્કર (૯) માકડાશ્રમ (૧૦) મેરૂપાદ (૧૧) ઉદુબરવન (૧૨) કોટેશ્વર (૧૩) કાકતીર્થ (૧૪) મોક્ષેશ્વર (૧૫) માતૃતીર્થ (૧૬) શ્રીસ્થળ (સિધ્ધપુર) (૧૭) વટેશ્વર (૧૮) નકુલીશ (૧૯) સાંબાદિત્ય (૨૦) દધિસ્થળી (દેથળી) (૨૧) પિલુપર્ણિક તીર્થ (જાળેશ્વર પાસે) (૨૨) સ્વર્ગદ્વાર (૨૩) ગોવત્સ (૨૪) લોહયષ્ટિ (લોટેશ્વર) (૨૫) ઝીલ્લતીર્થ વગેરે તીર્થો સરસ્વતી નદીના કાંઠે આવેલાં દર્શાવ્યા છે. આમાં કેટલાંક તીર્થો - ગામોનું ચોક્કસ સ્થાન કયાં આવ્યું એ નક્કી થઈ શકતું નથી. સરસ્વતી નદીના પાંચ