________________
યુગે યુગે પાટણની પ્રભુતા
३६८
મહાલય, મહાયાત્રા, મહાસ્થાન, મહાસર બધું જ મહાન
- સિદ્ધરાજના યુગમાં અણહિલપુર મહત્તાવાચક શબ્દોમાં જ વિચાર કરતું થયું. આર્થિક અને રાજકીય મહત્તા પોતાના રૂપમાં વ્યક્ત થતાં નથી, તે શિલ્પ અને સંસ્કારની મહત્તામાં વ્યક્ત થાય છે. ત્યારે જ તેની મહત્તા સમજાય છે.
સિદ્ધરાજનું મહાલય એટલે સિદ્ધપુરનો રુદ્રમહાલય, તેની મહાયાત્રા એટલે પગપાળા સોમનાથની યાત્રા, મહાસર એટલે સહસલિંગ, મહાસ્થાન એટલે શું તે સ્પષ્ટ નથી. સંભવ છે કે સહસલિંગને કાંઠે આવેલા મંદિરો અને વિદ્યામઠોના સંબંધમાં બાંધેલી દાનશાળાઓ હોય જેમાં વિદ્યાર્થીઓને મફત ખાવાનું અને રહેવાનું મળતું.
કુમારપાળના અણહિલપુરમાં બે મહાન કીર્તનો - એક કુમારપાલેશ્વર નામનું શિવમંદિર અને બીજું કુમારવિહાર નામે જિનમંદિર,
અણહિલપુરના ધવલગૃહ, પ્રકાર અને મંદિરોની આ નોંધ જેમના ઉલ્લેખો મળ્યા કે જેમના અવશેષો છે તેમાંના કેટલાકની છે. તેટલાયે પણ એ નગરનાં જે ભવ્ય વર્ણનો કવિઓએ કર્યા છે તે કપોલકલ્પિત નથી એ જણાવવા પૂરતા છે. મંદિર શિલ્પ અણહિલપુરમાં વિવિધ ધર્મોના એનક ન્હાના મોટા મંદિરો હતાં. એમાં કેટલાક કુમારપાલેશ્વર જેવા શૈવ મંદિરો અને કુમાર વિહાર જેવા જૈનમંદિરોના સ્થાપત્ય અને શિલ્પ ભવ્ય હતાં. આ મંદિરોના ઉપાસ્ય દેવો જુદા જુદા હતા પણ તેને બાંધનારા શિલ્પીઓ તો એક જ પરંપરાના હતા. અત્યારે પણ શૈવ અને જૈન પ્રાચીન મંદિરોના અવશેષો સરખાવીએ તો તેમાં ઘણી સમાનતા દેખાશે, ઉ.ત. અંબાજી પાસે કુંભારીયામાં. કુમારવિહારશતક આપણી પાસે કુમારપાલેશ્વરનું વર્ણન નથી, પણ હેમચંદ્રના શિષ્ય રામચંદ્રવિરચીત કુમારવિહારશતક નામનું કાવ્ય છે. જેમાં કુમારવિહારના ભવ્ય સ્થાપત્ય તથા સુંદર શિલ્પનું સરસ વર્ણન છે. આ વર્ણન ઘણે અંશ તેના સ્થાપત્ય અને શિલ્પીની બાબતમાં શૈવમંદિરોને પણ લાગુ પડે એવું છે. તે ઉપરાંત અણહિલપુરના સમૃદ્ધિ અને ધર્મપ્રેમ તથા શિલ્પવિદગ્ધતાનો પણ ખ્યાલ આવે છે. એ ૧૧૬ શ્લોકના કાવ્યમાંથી થોડાંક અહી રજુ કરું છું.
..ચૈત્યમ્ |
દેવાઃ |
आश्चर्यमंदिर.
1 x x x તેવોડ્યું નથી.......
XXX નાનીદત્તશતિન:.. .........
x x x ય ધ્વજ્ઞાનું.......
x x x
.શિક્લિનઃ |
हास्यम्॥