________________
૩૮૯
યુગે યુગે પાટણની પ્રભુતા સત્ય ગુંચવાયું હોય એવી શંકા જાય છે.
ભાલણ માટે શ્રી કે.કા.શાસ્ત્રી સોળમાં શતકનો (ઇ.સ. ૧૫૦૦ થી ૧૫૫૦) પૂર્વાર્ધ એવો કવનકાળ નિર્દેશ છે, જ્યારે શ્રી જેઠાલાલ ત્રિવેદી વ્યાપક રૂપે પંદરમાં શતકના છેલ્લાં છ વર્ષો અને સોળમા શતકના બે દાયકા (ઇ.સ. ૧૪૯૪ થી ઇ.સ. ૧૫૧૯) સૂચવે છે. જ્યારે મારા મતે પંદરમાં શતકનો ઉત્તરાર્ધ અને સોળમા શતકનો એકાદ દાયકો (ઈ.સ. ૧૪૬૦ થી ઇ.સ. ૧૫૧૦) ભાલણનો કવનકાળ હોઇ શકે.
ભાલણના જીવનની વિગતોનું આકલન કર્યું હવે ભાલણના કવન-સાહિત્યિક પ્રદાન વિષયે વિગતો અવલોકીએ.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભાલણનું પ્રદાન વિષયસામગ્રી અને નિરૂપણરીતિ એમ બંને બાબતે મહત્ત્વનું છે. એમના પ્રદાનને રા.ચુ. મોદી ભાલણ, (બી.આ. ઈ.સ.૧૯૬૬)માં પૂર્વકાળ, સંધિકાળ અને ભીમ (બી.આ. ઈ.સ.૧૯૬૬)માં પૂર્વકાળ, સંધિકાળ તથા ઉત્તરકાગળ (પૃ.૧૮) ઉપરાંત ગુણાનુક્રમે ‘સામાન્ય, મધ્યમ અને ઉત્તમ” (પૃ.૧૯) એવા ક્રમથી વિભાજન કરીને નિર્દેશેલ છે, શ્રી જેઠાલાલ ત્રિવેદી ‘ભાલણનાં પદ' (બી.આ. ઈ.સ. ૧૯૭૨)માં “સર્વશ્રેષ્ઠ અને સામાન્ય એવા ત્રણ પ્રકારો દર્શાવે છે. (પૃ. ૩૮)
કે.કા. શાસ્ત્રી ‘ભાલણ : એક અધ્યયન' (બી.આઇ.સ. ૧૯૭૧)માં ભાલણની કૃતિઓને વર્ગીકૃત કરવા માટે (૧) સળંગબંધ, (૨) કડવાબંધ, (૩) પદબંધ આમ ત્રણ પ્રકાર” (પૃ.૮૩)નું વિભાજન નિર્દેશ છે.
ભાલણના નામે ઓળખાયેલી કેટલીક કૃતિઓમાં દુર્વાસા આખ્યાન વગેરેમાં ભાલણની નામછાપ ન હોઇ એ કૃતિઓને ભાલણની કૃતિ તરીકે ઓળખાવવા માટેની આધાર સામગ્રી ઉપલબ્ધ ન હોઇ ને એ રચનાઓને ભાલણની રચના તરીકે ઓળખાવી શકાય નહીં. ભાલણની નામ છાપવાળી રચનાઓને જ અધિકૃત માની અભ્યાસની સરળતા ખાતર વિષયસામગ્રીની દષ્ટિએ પણ વિભાજિત કરી શકાય. જેમ કે, (૧) રામકથાનક પર આધારિત કૃતિઓ (૨) કૃષ્ણકથાનક પર આધારિત કૃતિઓ (૩) શિવકથાનક પર આધારિત કૃતિઓ (૪) શક્તિકથાનક પર આધારિત કૃતિઓ (૫) અન્ય કથાનક પર આધારિત કૃતિઓ.
આ ઉપરાંત પદબંધની દષ્ટિએ જોઈએ તો હકીકતે ભાલણમાં (૧) સળંગબંધ, (૨) કડવાબંધ, (૩) કડવા પદનો મિશ્રબંધ (૪) પદબંધ જેવા ચાર પ્રકારો દષ્ટિગોચર થાય છે. અભ્યાસની વ્યવસ્થા ખાતર અહીં ભાલણના પ્રદાનનું પદબંધને કેન્દ્રમાં રાખીને ટૂંકમાં મૂલ્યાંકન કરેલ છે. (૧) સળંગબંધની રચનાઓ ૧. શિવ-ભીલડી સંવાદ.
દ્રોપદીવસ્ત્રાહરણ. ૩. કૃષ્ણ વિષ્ટિ.