Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

View full book text
Previous | Next

Page 535
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૧૨ ઉદરમાં ગર્ભ રહ્યો. દિવસે દિવસે માતાનું તેજ વધવા માંડ્યું. કુટુંબ ભક્તિભાવવાળું હતું તેથી ત્યાં સ્વયં ત્રિલોકનાથ સ્વયં પ્રગટ થવાના છે તેથી તેમણે ભક્તિમાં વધુ ધ્યાન આપવા માંડ્યું. લક્ષ્મીને ગર્ભ રહ્યાને દસેક માસ વ્યતિત થઇ ગયા અને મંગળ સમય આવી પહોંચ્યો. આખા વિશ્વમાં આનંદ છવાયો. ગ્રહો શુભ સ્થાને આવ્યા, સુગંધિત વાયુ ધીરે ધીરે વહેવા લાગ્યો. સાધુ સંતોને સૃષ્ટિ સુમધુર અને સ્વર્ગમયી જણાવા લાગી. સર્વત્ર આનંદ...આનંદ...છવાયો. વિ.સં. ૧૪૫૮ના ચૈત્ર સુદ પાંચમને ગુરૂવારના શુભ દિને ચઢતે પહોરે બપોરે અગિયાર વાગે રોહિણી નક્ષત્ર અને મેષ રાશીમાં શ્રી ભગવાન પાટણમાં પ્રગટ થયા. પ્રથમ ચતુર્ભુજ સ્વરૂપે લક્ષ્મી ભકત પ્રજાપતિ શિવદાસ અને કર્ણને દર્શન આપી કહ્યું, “હે શિવદાસ, તેં મારી સેવા કરી હતી ત્યારે મેં તને વચન આપેલું કે હું તારે ત્યાં પુત્ર તરીકે અવતરીશ, જે મેં આજે પાળ્યું છે.' કર્ણને પણ કહ્યું, “હે કર્ણ, રાક્ષસ યોનીમાં તું જ્યારે જન્મ્યો હતો ત્યારે ભારે તપ કરી તેં મને પ્રસન્ન કરેલ જે વચનનું પણ આજે મેં તારે ત્યાં જન્મ લઈને પાલન કર્યું છે.'' . ' પ્રભુ સાક્ષાત્ શિવદાસને ત્યાં જન્મ્યા છે એ વાત જેમજેમ વાયુ વેગે પ્રસરતી ગઇ તેમ તેમ લોકો પ્રભુના દર્શને ઉમટવા લાગ્યા. શહેરમાં શેરીએ શેરીએ આસોપાલવના તોરણો બંધાયા. ઘજા વાવટા ફરકાવ્યા. દીપમાળા પ્રગટવા લાગી. મંગળ ગીતો ગવાવા લાગ્યા જ્યાં ત્યાં જય જયકાર થઇ રહ્યો. ત્યારપછી ધનુરાજ ભગવાનના દર્શને આવ્યા. કર્ણની વિનંતીથી નામકરણ વિધિ ધનુરાજને સોંપવામાં આવી ધનુરાજે કહ્યું કે પ્રભુ અનામિ છે, એમના ગુણ અગણિત છે. છતાંયે પ્રભુએ પૃથ્વી પર મનુષ્ય યોનિમાં જન્મ લીધો છે માટે તેમનું નામ પાડવું તો પડશે અને તેમનું નામ “પાનાભ' રાખો. “પા” એટલે કમળ અને “નાભ' એટલે નાભી એટલે નાભીમાં કમળ ધારણ કરનાર શ્રી પદ્મનાભ ભગવાન એમને માટે બિલકુલ યોગ્ય નામ છે. આમ તેમનું નામ ‘પદ્મનાભ' રાખી નામકરણ સંસ્કારવિધિ પૂર્ણ થઇ. પદ્મનાભ વાડીની રચના : પદ્મનાભ બાર વર્ષના થયા ત્યારે તેમણે મિત્ર ધનુરાજને કહ્યું કે, આપણે એક મનોહર અને સુંદર વાડીની રચના કરીએ. વાડી ક્યાં બનાવવી તે તમો કહો. ધનરાજે કહ્યું, “પ્રભુ! ક્યાં વાડી રચવી તે તો તમને ખબર.” આપ જ્યાં આજ્ઞા કરો ત્યાં વાડીની રચના કરીએ. ત્યારે પદ્મનાભે વાડીની રચના પાટણ શહેરની દક્ષિણ દિશાએ કરવા જણાવ્યું. નિર્ણય મુજબ શ્રી પદ્મનાભ ભગવાન અને ધનુરાજ વિ.સં. ૧૪૭૧ના કાર્તિક સુદ ૧૪ને રવિવારના રોજ પહેલા પહોરે મુહુર્ત સ્થંભ રોપ્યો. પ્રભુ પદ્મનાભે પોતાનો પાંચજન્ય શંખ ફૂંક્યો. પ્રજાપતિ શ્રી પદ્મનાભ ભગવાને આ પ્રમાણે પાટણ શહેરની દક્ષિણે એક પવિત્ર વાડીની રચના કરી. પદ્મનાભ ભગવાને બ્રહ્માને વાડીના પૂર્વ ભાગમાં બેસવા કહ્યું. શિવજીને આજ્ઞા કરી કે તમો દક્ષિણ દિશામાં ભક્તોની રક્ષા કરો. ઇન્દ્રને વાડીના ઉત્તર ભાગમાં રહી રક્ષા કરવા કહ્યું. વરૂણને પશ્ચિમમાં, હનુમાનજી અને ગરૂડને વાડીના મધ્યભાગમાં અને જયવિજયને દ્વારપાળ તરીકે નીમ્યા. તઉપરાંત બીજા દેવોને સંપૂર્ણ વાડીમાં ફરતા રહી રક્ષણનું કામ સોંપ્યું. શ્રી પદ્મનાભ ભગવાને વાડીના મધ્યમાં ગોમતીકુંડ સ્થાપ્યો, તેમાં સૌ તીર્થોનો વાસ આપ્યો. ત્રિવિક્રન પર વૈકુંઠની સ્થાપના કરી. આમ વાડીની

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582